Petrol Diesel Price : પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે શું ફેરફાર થયો? જાણો અહેવાલ દ્વારા

રાજધાની સહિત દેશમાં આજે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price) ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Petrol Diesel Price : પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે શું ફેરફાર થયો? જાણો અહેવાલ દ્વારા
File picture of petrol pump
| Updated on: May 03, 2021 | 8:58 AM

રાજધાની સહિત દેશમાં આજે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price) ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અગાઉ છેલ્લે 15 એપ્રિલના રોજ પેટ્રોલ 16 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 14 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. ત્યાર બાદથી ઇંધણની કિંમતો સતત સ્થિર છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.40 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.73 રૂપિયા છે.

આપને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોના વેટને કરાય તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 27 રૂપિયા પ્રતિ લીટર થાય છે પરંતુ તે કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, બંને ટેક્સ દૂર કરી શકતા નથી કારણ કે આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે.

 

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

 

Published On - 8:56 am, Mon, 3 May 21