Petrol-Diesel Price Today: ઇંધણની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

|

Jun 16, 2021 | 9:09 AM

Petrol-Diesel Price Today: સરકારની ઓઇલ કંપનીઓએ આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજના ભાવ વધારા બાદ પેટ્રોલ કેટલાક શહેરોમાં 107 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

Petrol-Diesel Price Today: ઇંધણની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ
File picture of petrol pump

Follow us on

Petrol-Diesel Price Today: સરકારની ઓઇલ કંપનીઓએ આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજના ભાવ વધારા બાદ પેટ્રોલ કેટલાક શહેરોમાં 107 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે પેટ્રોલ (Petrol Price Today) ની કિંમત 25 પૈસા પ્રતિ લીટર વધી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત(Diesel Price Today)માં 13 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 96.66 રૂપિયા અને ડીઝલની કિંમત 87.41 રૂપિયા છે.

 

જાણો તમારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 96.66 87.41
Kolkata 96.58 90.21
Mumbai 102.82 94.84
Chennai 97.51 92.04
Ganganagar 107.75 100.47
Ahmedabad 93.58 94.12
Rajkot 93.96 93.91
Surat 93.58 94.14
Vadodara 93.67 94.2
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

 

દરરોજ 6 વાગ્યે ભાવમાં ફેરફાર થાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની વચન કિંમત નક્કી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. અલગ અલગ ખર્ચ અને સ્થિતિને જોડતા પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં શહેર પ્રમાણે કિંમત અલગ અલગ હોય છે.

Next Article