Petrol-Diesel Price Today : આજે ઇંધણના દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેર લેટેસ્ટ ભાવ

|

Jun 10, 2021 | 8:54 AM

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલ ( Petrol – Diesel Price) ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Petrol-Diesel Price Today : આજે ઇંધણના દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેર લેટેસ્ટ ભાવ
File picture of petrol pump

Follow us on

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલ ( Petrol – Diesel Price) ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) સવારે 6 વાગ્યા પછીથી નવા દરો લાગુ કરે છે.આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના મહામાનગરોમાં મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ 101.76 રૂપિયા છે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ 6 વાગ્યે ભાવમાં ફેરફાર થાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની વચન કિંમત નક્કી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. અલગ અલગ ખર્ચ અને સ્થિતિને જોડતા પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં શહેર પ્રમાણે કિંમત અલગ અલગ હોય છે. રાજસ્થાનના ગંગાનગરમાં બળતણની કિંમત ઉભી રહે છે જ્યાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 106.77 રૂપિયા છે જયારે  ડીઝલ 99.63 રૂપિયા પ્રતિ લિટરના દામે વેચાઈ રહ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 95.56 86.47
Kolkata 95.52 89.32
Mumbai 101.76 93.85
Chennai 96.94 91.15
Ganganagar 106.77 99.63
Ahmedabad 92.52 93.11
Rajkot 93.38 93.96
Surat 92.84 93.45
Vadodara 92.13 92.73
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

પેટ્રોલ ઘણા શહેરોમાં 100 ને પાર 
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મેં મહિનાથી સમયાંતરે વધારો થઇ રહ્યો છે. સતત થતા ભાવ વધારાના કારણે ઘણા શહરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા કરતા પણ વધુ છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 101.76 રૂપિયા છે. રાજસ્થાનના ગંગાનગરમાં આ કિંમત ચિંતાજનક સ્તરે છે. અહીં એક લીટર પેટ્રોલ 106.77 રૂપિયા ભાવે વેચાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્લીમાં પેટ્રોલની કિંમત આજે 95.56 પ્રતિ લીટર છે.
 

Next Article