Petrol-Diesel Price Today : ઇંધણ ભાવમાં લાગી રહી છે આગ , આજે પણ મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, જાણો તમારા શહેરના ભાવ

|

Jun 18, 2021 | 9:17 AM

દેશભરમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price Today) માં વધારો થયો છે. ગુજરાતમાં પણ આજે  પેટ્રોલ ડીઝલના (Petrol-Diesel Price Today in Gujarat) ભાવ વધ્યા છે . અમદાવાદમાં પેટ્રોલ 93.88 અને ડીઝલ 94.47 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે .

Petrol-Diesel Price Today : ઇંધણ ભાવમાં લાગી રહી છે આગ , આજે પણ મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ, જાણો તમારા શહેરના ભાવ
આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરી વધારો કરાયો છે.

Follow us on

દેશભરમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price Today) માં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ એક દિવસની રાહત પછી આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા કર્યા છે. સતત વધતા ભાવને કારણે આમ આદમીની ચિંતાઓ વધી છે.ગુજરાતમાં પણ આજે  પેટ્રોલ ડીઝલના (Petrol-Diesel Price Today in Gujarat) ભાવ વધ્યા છે . અમદાવાદમાં પેટ્રોલ 93.88 અને ડીઝલ 94.47 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે .

આજે દેશના ચાર મોટા મહાનગરોમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 23 થી 27 પૈસા અને ડીઝલમાં 27-30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ વધારા પછી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 96.93 રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો દર પ્રતિ લિટર 87.69 રૂપિયા પર પહોંચી ગયો છે.

અનુમાન છે કે ક્રૂડના ભાવમાં હજુ વધારો થઇ શકે છે. એપ્રિલ 2019 પછી ક્રૂડ ઓઇલના ભાવોએ સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. આગામી દિવસોમાં મોંઘવારીમાં વધુ વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવ વર્તમાન નાણાકીય વર્ષમાં બેરલ દીઠ 80 ડોલરની સપાટીને પાર પહોંચી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જાણો તમારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 96.93 87.69
Kolkata 96.84 90.54
Mumbai 103.08 95.14
Chennai 98.24 92.4
Ganganagar 108.07 100.82
Ahmedabad 93.88 94.47
Rajkot 93.62 94.22
Surat 93.82 94.22
Vadodara 93.5 94.08
(સોર્સ : ગુડ રિટર્ન્સ)
Next Article