Petrol – Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલ પહોંચ્યું શતક નજીક, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol – Diesel Price Today)માં સામાન્ય લોકોને રાહત આપી છે. આજે બળતણના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.

Petrol – Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલ પહોંચ્યું શતક નજીક, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ
File Image of Petrol Pump
| Updated on: Jun 08, 2021 | 8:57 AM

સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol – Diesel Price Today)માં સામાન્ય લોકોને રાહત આપી છે. આજે બળતણના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 24-28 પૈસા અને ડીઝલના ભાવમાં 26-28 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. બે દિવસના સતત વધારા પછી ઇંધણના ભાવ આજે સ્થિર થયા છે.

તેલના ભાવમાં જાણે આગ લાગી છે. મે મહિનાથી ઇંધણના ભાવોમાં સમયાંતરે વધારો કરાયો છે. છેલ્લા 21 દિવસમાં જ પેટ્રોલ લિટર દીઠ 4.99 પૈસા મોંઘુ થઈ ગયું છે તે જ સમયે, ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ5.44 નો વધારો થયો છે.

જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના આજના ભાવ

City Petrol Diesel
Delhi 94.76 85.66
Kolkata 94.76 88.51
Mumbai 100.98 92.45
Chennai 96.23 92.99
Ganganagar 105.33 98.2
Ahmedabad 91.78 92.28
Rajkot 91.52 92.03
Surat 91.96 92.48
Vadodara 91.4 91.89
(સોર્સ : ગુડ રિટર્ન્સ)