ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવાર, 10 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel Price) ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી, આ સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 50 દિવસ થઈ ગયા છે. એટલે કે તેલના ભાવ છેલ્લા 50 દિવસથી સ્થિર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલના (Crude Oil) ભાવમાં વધારા સાથે પ્રતિ બેરલ 107 ડોલરની સપાટી વટાવી ગઈ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.
દિલ્હી, મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં છેલ્લી વખત 22 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો. તે સમયે સરકારે તેલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. 22 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 96.42 | 92.17 |
Rajkot | 96.19 | 91.95 |
Surat | 96.31 | 92.07 |
Vadodara | 96.54 | 92.28 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.