Petrol – Diesel Price : મે મહિનામાં પટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા મોંઘુ થયું, જાણો તમારા શહેરનાં ભાવ

આજે પેટ્રોલ ડીઝલ (Petrol - Diesel Price) ના ભાવમાં વધારો કર્યો છે. ચૂંટણીઓ બાદ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે

Petrol - Diesel Price : મે મહિનામાં પટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા મોંઘુ થયું, જાણો તમારા શહેરનાં ભાવ
Petrol-diesel prices today
| Updated on: May 14, 2021 | 8:51 AM

આજે ઇદના તહેવારની સાથે અક્ષય તૃતીયનું શુભ મુહૂર્ત પણ છે. જો તમે આજના દિવસે ક્યાંક બહાર જવાનું વિચાર્યું છે તો ઘર છોડતા પહેલા 1 લીટર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણીલો કારણ કે સરકારી તેલ કંપનીઓએ ફરીથી આજે પેટ્રોલ ડીઝલ (Petrol – Diesel Price) ના ભાવમાં વધારો કર્યો છે. ચૂંટણીઓ બાદ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે બંને ઇંધણના ભાવ ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે.

દેશની રાજધાનીમાં આજે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 29 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર 34 પૈસાનો વધારો થયો છે આ વધારા પછી પેટ્રોલ 92.34 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 82.95 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે 4 મેથી બંને ઇંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે 4 મે બાદ વધારાને કારણે પેટ્રોલ 2 રૂપિયા અને ડીઝલ રૂ 2.22 મોંઘુ થઈ ગયું છે.

જાણો તમારા શહેરનો આજનો ઇંધણનો ભાવ 

City Petrol Diesel
Delhi 92.34 82.95
Kolkata 92.44 85.79
Mumbai 98.65 90.11
Chennai 94.19 87.9
Ganganagar 102.88 95.35
Ahmedabad 89.38 89.29
Rajkot 89.52 89.45
Surat 89.4 89.33
Vadodara 89.49 89.4