Petrol Diesel Price : તેલ કંપનીઓ તરફથી મળ્યા રાહતનાં સમાચાર, જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ – ડીઝલનો ભાવ

સરકારી તેલ કંપનીઓએ આજે ​​સતત 9 માં દિવસે પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price) ના ભાવમાં વધારો કર્યો નથી જેથી સામાન્ય લોકોને રાહત મળી છે.

Petrol Diesel Price : તેલ કંપનીઓ તરફથી મળ્યા રાહતનાં સમાચાર, જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ – ડીઝલનો ભાવ
PETROL - DIESEL PRICE TODAY
| Updated on: Apr 08, 2021 | 10:53 AM

સરકારી તેલ કંપનીઓએ આજે ​​સતત 9 માં દિવસે પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price) ના ભાવમાં વધારો કર્યો નથી જેથી સામાન્ય લોકોને રાહત મળી છે. દેશની રાજધાનીમાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.56 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ સ્થિતિમાં પેટ્રોલ ડીઝલ સ્થાનિક બજારમાં સસ્તુ થઈ શકે છે.

માર્ચમાં પેટ્રોલ 61 પૈસા સસ્તુ થયું હતું
માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરાયો હતો. આ કાપ બાદ પેટ્રોલ માત્ર 61 પૈસા અને ડીઝલ 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં 16 હપ્તા દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. 4.74 રૂપિયામાં તો ડીઝલની 4.52 રૂપિયા મોંઘુ થયું હતું.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 10:49 am, Thu, 8 April 21

Follow Us