Petrol-Diesel Price: મોદી સરકારનો મોટો નિર્ણય, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતા પેટ્રોલ લિટર દીઠ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું

|

May 21, 2022 | 8:08 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે, અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા (Petrol Diesel Reduced Price) છીએ.

Petrol-Diesel Price: મોદી સરકારનો મોટો નિર્ણય, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતા પેટ્રોલ લિટર દીઠ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું
Petrol Diesel Price (Symbolic Image)

Follow us on

સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ કપાત સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી દ્વારા કરવામાં આવી રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે, અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા (Petrol Diesel Reduced Price) છીએ. આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઈંધણના વધેલા ભાવને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, હું તમામ રાજ્ય સરકારોને, ખાસ કરીને એવા રાજ્યોને આહ્વાન કરું છું કે જ્યાં છેલ્લા રાઉન્ડ (નવેમ્બર 2021) દરમિયાન કાપ મૂકવામાં આવ્યો ન હતો, સમાન કાપ લાગુ કરવા અને સામાન્ય માણસને રાહત આપવા હું ઈચ્છું છું. પેટ્રોલના ભાવમાં ઘટાડાથી સામાન્ય માણસને મોટી રાહત મળવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોને રાહત આપતા વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના (Pradhan Mantri Ujjwala Yojana) 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપશે. આ સબસિડી માત્ર 12 સિલિન્ડર સુધી જ આપવામાં આવશે.

કાચા માલ પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડવામાં આવશે

નાણામંત્રીએ કહ્યું કે, અમે પ્લાસ્ટિક ઉત્પાદનો માટે કાચા માલ અને મધ્યસ્થીઓ પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડી રહ્યા છીએ. પ્લાસ્ટિક ઉત્પાદનો પર અમારી આયાત નિર્ભરતા વધુ છે. તેમણે કહ્યું કે કેટલાક સ્ટીલના કાચા માલ પરની આયાત ડ્યૂટી પણ ઘટાડવામાં આવશે. આ ઉપરાંત ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી વસૂલવામાં આવશે. સીતારમણે કહ્યું કે, સિમેન્ટની ઉપલબ્ધતામાં સુધારો કરવા અને સિમેન્ટની કિંમત ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

વિપક્ષ દ્વારા દબાણ બનાવવામાં આવ્યું હતું

છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા ઉપરાંત એલપીજીના ભાવમાં પણ સતત વધારો થયો છે. જેના કારણે લોકોના બજેટને માઠી અસર થઈ રહી છે. તેને જોતા તમામ વિપક્ષી પાર્ટીઓ તેમજ નિષ્ણાતો ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા હતા. સરકાર પર પણ ભાવ ઘટાડવાનું દબાણ વધી રહ્યું હતું. કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટીએ સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી હતી. જોકે, હવે સરકારે સામાન્ય માણસની સમસ્યાને સમજીને ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.

Published On - 6:57 pm, Sat, 21 May 22

Next Article