Petrol – Diesel Price : ટૂંક સમયમાં કિંમતો ઘટવાના સંકેત , જાણો તમારા શહેરના ભાવ

આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. એપ્રિલ મહિનામાં અત્યારસુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Petrol – Diesel Price : ટૂંક સમયમાં કિંમતો ઘટવાના સંકેત , જાણો તમારા શહેરના ભાવ
Mumbai માં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા થઇ છે
| Updated on: Apr 13, 2021 | 9:13 AM

આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. એપ્રિલ મહિનામાં અત્યારસુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માર્ચમાં ક્રૂડ મોંઘુ થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો જોકે ક્રૂડ ઓઇલ સસ્તુ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રણ હપ્તામાં ઘટાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં પટ્રોલની કિંમત 90.56 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા છે.

પેટ્રોલ ડીઝલ સસ્તુ થઈ શકે છે
ઘરેલું તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસના ક્રૂડ તેલના સરેરાશ ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. આ ઓઇલ કંપનીઓએ પણ ડોલર સામે રૂપિયામાં થતા વધઘટને ધ્યાનમાં રાખવું પડે છે. નિષ્ણાંતોના મતે આગામી સમયમાં પેટ્રોલ સસ્તુ થઈ શકે છે. આનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે સસ્તું થયેલું ક્રૂડ તેલ છે. અહીં ભારતીય રિફાઇનરી કંપનીઓએ ઈરાનથી ક્રૂડ તેલ આયાત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઈરાનથી તેલ આવતાની સાથે જ ભારતીય બજારમાં પેટ્રોલ ડીઝલની કિંમત નરમ થવા માંડશે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Follow Us
Loading...
Unable to load recommendations.