Penna Cement IPO : વધુ એક સિમેન્ટ કંપની લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર

|

May 15, 2021 | 9:55 AM

આ વર્ષે ઘણી કંપનીઓએ પ્રાઈમરી માર્કેટમાંથી ભંડોળ એકત્ર કરવા અને શેર બજારમાં પ્રવેશ કરવા માટે IPOનો આશરો લીધો છે.

Penna Cement IPO : વધુ એક સિમેન્ટ કંપની લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર
Penna Cement IPO

Follow us on

આ વર્ષે ઘણી કંપનીઓએ પ્રાઈમરી માર્કેટમાંથી ભંડોળ એકત્ર કરવા અને શેર બજારમાં પ્રવેશ કરવા માટે IPOનો આશરો લીધો છે. સિમેન્ટની વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશવા તૈયાર છે. હૈદરાબાદ સ્થિત સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ (Penna Cement Industries) ટૂંક સમયમાં IPO લાવી રહી છે.

પેન્ના સિમેન્ટે 1550 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) નો ડ્રાફ્ટ સબમિટ કર્યો છે. આ અગાઉતાજેતરમાં નિરમા ગ્રુપની સિમેન્ટ કંપની Nuvoco Vistas Corp. Ltdએ 6 મેના રોજ 5000 કરોડના આઈપીઓ માટે અરજી કરી છે. પેન્ના સિમેન્ટ તેના સૂચિત આઇપીઓમાં 1,300 કરોડના નવા શેર જારી કરશે જ્યારે કંપનીના પ્રમોટરો વેચાણ માટેની ઓફર દ્વારા 250 કરોડ રૂપિયાના શેર વેચશે.

કંપની 550 કરોડ રૂપિયાથી દેવું ચૂકવશે
પેન્ના સિમેન્ટ આ આઈપીઓ દ્વારા એકત્ર કરેલા ભંડોળમાંથી 550 કરોડનો દેવું ચૂકવવા ઉપયોગ કરશે. 31 માર્ચ 2021 સુધીમાં કંપનીનું 1,548.87 કરોડ રૂપિયાનું દેવું હતું.બીજી તરફ કંપની તેના KP Line II projects માં મૂડી ખર્ચ માટેના ભંડોળ માટે રૂ 105 કરોડનો ઉપયોગ કરશે. આ ઉપરાંત Talaricheruvuમાં કંપનીની રો ગ્રાઇન્ડિંગ અને સિમેન્ટ મિલને અપગ્રેડ કરવા માટે 80 કરોડ રૂપિયાનો ઉપયોગ થશે. અહીં WHR Plant સ્થાપવા માટે 110 કરોડ ખર્ચ થશે અને કંપની ટંડુમાં WHR Plant સ્થાપવા માટે 130 કરોડ ખર્ચ કરશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

નાણાકીય વર્ષ 2021 માં કંપનીની કુલ આવકના 2,599.35 કરોડ રૂપિયા
નાણાકીય વર્ષ 2021 માં કંપનીની કુલ આવક 2,599.35 કરોડ રૂપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2020 માં તે ફક્ત 2,176.25 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો રૂ 152.07 કરોડ રહ્યો છે જે એક વર્ષ અગાઉ ફક્ત 23.02 કરોડ રૂપિયા હતો. પેન્ના સિમેન્ટ દેશની ટોચની ખાનગી સિમેન્ટ કંપનીઓમાં શામેલ છે.

Next Article