પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની PM મોદીની વિનંતી પર વિપક્ષનો પ્રહાર, કહ્યું- મોંઘા પેટ્રોલ માટે કેન્દ્ર જવાબદાર

|

Apr 27, 2022 | 6:45 PM

Petrol Diesel Rates: પીએમ મોદીએ (PM Modi) કહ્યું છે કે, 'હું કોઈની ટીકા નથી કરી રહ્યો પરંતુ વિનંતી કરું છું કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ અને તમિલનાડુએ હવે વેટમાં ઘટાડો કરીને જનતાને રાહત આપવી જોઈએ.'

પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની PM મોદીની વિનંતી પર વિપક્ષનો પ્રહાર, કહ્યું- મોંઘા પેટ્રોલ માટે કેન્દ્ર જવાબદાર
The opposition targeted PM Modi regarding the rate of petrol and diesel.
Image Credit source: ANI

Follow us on

દેશમાં કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણના વધતા જતા કેસો પર ગંભીરતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) બુધવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો પડકાર હજુ ખતમ થયો નથી. આ સાથે તેમણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને (Petrol Diesel Rates) લઈને વિપક્ષી રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષ શાસિત રાજ્યોને મોંઘવારીમાંથી જનતાને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલ પરના મૂલ્યવર્ધિત કર (વેટ)માં ઘટાડો કરવા વિનંતી કરી.

 

ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ એવા રાજ્યો છે. જેમણે વેટમાં ઘટાડો કર્યો નથી. અને આ વેટ દ્વારા કરોડોની કમાણી કરી છે. મહત્વની વાત એ છે આ રાજ્યો ભાજપ શાસિત રાજ્યો નથી. આ રાજ્યોને પીએમ મોદીએ વેટ ઘટાડવાની વિનંતી કરી હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

હાલ આ રાજ્યો એવા છે જેમણે વેટ દ્વારા કરોડોની કમાણી કરી

દીલ્હીએ 173 કરોડ રૂપિયાની, ઝારખંડે 1187 કરોડ રૂપિયાની, પશ્ચિમ બંગાળે 1343 કરોડ રૂપિયાની અને મહારાષ્ટ્રએ 3472 કરોડ રૂપિયા જ્યારે આંધ્ર પ્રદેશે 1371 કરોડ રૂપિયા, કેરળે 1187 કરોડ રૂપિયાની અને તેલંગણા અને તમિલનાડુએ અનુક્રમે 1302 કરોડ રૂપિયા અને 2924 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

હાલ આ રાજ્યોએ પેટ્રોલ પર ઘટાડ્યો ટેક્સ

ગુજરાત, હરીયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, આસામ, ઓડિશા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટકે પેટ્રોલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે. હાલ ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

મહારાષ્ટ્ર સરકારે સમજાવ્યું પુરુ ગણિત

તે જ સમયે, આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાર્યાલય દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. તે જણાવે છે કે મુંબઈમાં એક લિટર ડીઝલ પર કેન્દ્ર દ્વારા 24.38 રૂપિયા અને રાજ્ય દ્વારા 22.37 રૂપિયા ટેક્સ લાગે છે. કેન્દ્ર તરફથી એક લીટર પેટ્રોલ પર 31.58 રૂપિયા ટેક્સ લાગે છે. તેના પર રાજ્ય સરકાર તરફથી 32.55 રૂપિયાનો ટેક્સ છે. આવી સ્થિતિમાં, ફક્ત રાજ્યોના કારણે પેટ્રોલ ડીઝલ મોંઘું છે તે કહેવું હકીકતમાં ખોટું છે.

આ પણ વાંચો :  શું પેટ્રોલના ભાવ ઘટશે ? PM મોદીએ રાજ્યોને આપ્યો ઠપકો, ભલે 6 મહિના મોડુ થયુ પણ હવે એક્સાઈઝ ડ્યુટી ઘટાડો

Published On - 6:36 pm, Wed, 27 April 22

Next Article