ઘરે બેઠા SBI માં ખોલો FD એકાઉન્ટ, જાણો પ્રોસેસ

Fixed Deposit લોકો માટે રોકાણ કરવાનો તે હંમેશા સરળ અને સલામત વિકલ્પ રહ્યો છે, કારણ કે FDમાં તમારી મુદ્દલની ખોટ થવાનું કોઈ જોખમ નથી.

ઘરે બેઠા SBI માં ખોલો FD એકાઉન્ટ, જાણો પ્રોસેસ
Fixed Deposit
| Edited By: | Updated on: Nov 15, 2022 | 2:13 PM

Fixed Deposit Account : જો તમે ઘરે બેસીને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવા માંગો છો, તો તમે ક્યાંય ગયા વગર સરળતાથી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં FD ખાતું ખોલાવી શકો છો. કારણ કે SBI ગ્રાહકોને તેમની સાથે ઘરે બેસીને ફિક્સ ડિપોઝિટ કરવાની સુવિધા પૂરી પાડે છે. લોકો માટે રોકાણ કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ હંમેશા એક સરળ અને સલામત વિકલ્પ રહ્યો છે. ફિક્સ્ડ ડિપોઝિટ પરિપક્વતાની તારીખે નિશ્ચિત વ્યાજ દરે રોકાણ પર બાંયધરીકૃત રકમ પ્રદાન કરે છે. બેંકો અને NBFCs (નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની) ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા પૂરી પાડે છે.

FDમાં રોકાણ લોકો એટલે પસંદ કરે છે કારણ કે તેમાં મુદલનું જોખમ રહેતું નથી. એફડીમાં રોકાણ કરવા પર, વળતર મળવું નિશ્ચિત છે. તમે સરળતાથી FD રિન્યૂ કરી શકો છો. વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટમાં રોકાણનો સારો ફાયદો મળે છે. આમાં રોકાણ કરવા પર વરિષ્ઠ નાગરિકોને ઊંચા વ્યાજ દર મળે છે. જો તમે SBI સાથે FD કરવા માંગો છો, તો તમે ઘરે બેઠા સરળતાથી ઑનલાઇન FD એકાઉન્ટ ખોલી શકો છો.

ઘરે બેઠા આ રીતે ખોલો ઓનલાઈન એકાઉન્ટ

  1. FD માટે ઓનલાઈન ખાતું ખોલવા માટે, SBIની સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ ની મુલાકાત લો.
  2. અહીં તમારે તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાંખીને નેટ બેંકિંગમાં લોગ ઇન કરવાનું રહેશે.
  3. પછી હોમ પેજ વિકલ્પ પર જાઓ અને ડિપોઝિટ સ્કીમ વિકલ્પ પસંદ કરો.
  4. આ પછી FD નો વિકલ્પ પસંદ કરો અને પછી E-FD પસંદ કરો.
  5. તે પછી તમે જે પ્રકારનું એકાઉન્ટ ખોલવા માંગો છો તેને પસંદ કરો. અને Proceed વિકલ્પ પર ક્લિક કરો.
  6. પછી તે એકાઉન્ટ પસંદ કરો જેમાંથી પૈસા કાપીને ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
  7. આ પછી, FD ની મુખ્ય કિંમત દાખલ કરો.
  8. જો તમે વરિષ્ઠ નાગરિક છો તો આ વિકલ્પ પસંદ કરો.
  9. પછી FDની પાકતી મુદતની તારીખ પસંદ કરો.
  10. હવે બધા નિયમો અને શરતો પસંદ કરો.
  11. છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન એફડી ખાતું ખોલવામાં આવશે.

મોંઘવારી વધવાના કારણે રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે ભારતમાં છેલ્લા કેટલાક મહિનામાં મોંઘવારીનો દર ઝડપથી વધ્યો છે. જેના કારણે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ 4 થી વધારીને 5.90 ટકા કર્યો છે. જેની અસર બેંકો પર જોવા મળી રહી છે. 22 ઓક્ટોબરે SBIએ 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં 80 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જો તમે પણ FD ખાતું ખોલવા માંગો છો, તો તમે નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ખાતું ખોલાવી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સત્તાવાર વેબસાઈટ પર પણ તેની પદ્ધતિ સમજાવવામાં આવી છે.