SBIએ દિવાળી પહેલા કરોડો ગ્રાહકોને આપી ભેટ, હવે ઓછા થશે તમારી લોનના હપ્તા

|

Sep 14, 2021 | 7:57 PM

SBI- State Bank of India એ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. નવા દરો બુધવાર એટલે કે 15 સપ્ટેમ્બરથી લાગુ થશે.

SBIએ દિવાળી પહેલા કરોડો ગ્રાહકોને આપી ભેટ, હવે ઓછા થશે તમારી લોનના હપ્તા
સસ્તી થઈ હોમ લોન (સાંકેતીક તસવીર)

Follow us on

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) એ દિવાળી પહેલા તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે બેસ રેટ અને લેન્ડીંગ રેટમાં 0.05 %નો ઘટાડો કર્યો છે. બેંકના આ પગલાની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. SBI ની હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન અને અન્ય લોનના હપ્તા ઓછા થશે.

તમને જણાવી દઈએ કે જુલાઈ 2010 પછી (પરંતુ 1 એપ્રિલ 2016 પહેલા) લેવામાં આવેલી તમામ હોમ લોન બેસ રેટ સાથે જોડાયેલી છે. આ કિસ્સામાં, બેંકોને આ છૂટ આપવામાં આવી છે કે તે કોસ્ટ ઓફ ફંડ્સની ગણતરી સરેરાશ કિંમતના આધારે અથવા એમસીએલઆર (MCLR) ના આધારે કરી શકે છે.

SBI એ લોન સસ્તી કરી

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

SBI એ બેસ રેટ અને લેન્ડીંગ રેટમાં 0.05% નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેસ રેટમાં કાપ મૂક્યા બાદ તે ઘટીને 7.54 ટકા થઈ ગયો છે.  જ્યારે, લેન્ડીંગ રેટમાં 0.05 ટકા ઘટીને 12.20 ટકા થયો છે. નવા રેટ 15 સપ્ટેમ્બરથી લાગુ થશે. અમે તમને જણાવી દઈએ કે તમે દર મહિને બેંકને જે રકમ ચૂકવો છો તેમાં વ્યાજ અને મુખ્ય બંને હોય છે, તેને સમાન માસિક હપ્તા અથવા EMI કહેવામાં આવે છે.

કોટક મહિન્દ્રા બેંકે પણ લોનના દરોમાં ઘટાડો કર્યો છે

ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંકે ગત સપ્તાહે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કોટક મહિન્દ્રા બેન્કે 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હોમ લોનનો વ્યાજ દર 6.65 ટકાથી ઘટીને 6.50 ટકા થયો છે.

ગ્રાહકો માટે હોમ લોન માટેના સસ્તા દર 8 નવેમ્બર, 2021 સુધી ઉપલબ્ધ છે. નવા હોમ લોન ગ્રાહકો ઉપરાંત, આ નવો વ્યાજ દર તે ગ્રાહકો માટે પણ લાગુ પડશે જે અન્ય કોઇ બેંકમાંથી ટ્રાન્સફર કરીને કોટક મહિન્દ્રા બેંકમાં આવશે.

બેંકે કહ્યું કે હોમ લોન માટે વ્યાજનો નવો દર 10 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. અત્યારે દેશમાં 16 બેન્કો અને અન્ય હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહકોને સાત ટકાથી ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.

HDFC, ICICI બેંક લોન

હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC હોમ લોનમાં વ્યાજ દર 6.75 ટકા (મહિલા ગ્રાહકો માટે) થી શરૂ થઈ રહ્યા  છે. જોકે, અન્ય ગ્રાહકો માટે હોમ લોનના વ્યાજ દર 6.80 ટકાથી શરૂ થઈ રહ્યા છે. જ્યારે ICICI બેન્કે હોમ લોન પર વ્યાજ દર 6.75 ટકાથી 7.55 ટકા નક્કી કર્યો છે.

આ પણ વાંચો : કોરોના કાળમાં ગુજરાતીઓ બન્યા કરકસરીયા , 5882 કરોડ રૂપિયા બચાવ્યા, જાણો કઈ રીતે

Next Article