UPI Pin Safety Tips:કોરોના મહામારી બાદ ઓનલાઈન પેમેન્ટ (Online Payment) નું ચલણ ઘણું વધી ગયું છે. આ સાથે જ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓની માત્રા પણ વધી ગઇ છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ખૂબ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ઓનલાઈન છેતરપિંડીનું સૌથી મહત્વનું પરિબળ UPI PIN છે. આ એક પિનને કારણે તમારું આખુ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
બેન્કો લોકોને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે સતત માહિતી આપી રહી છે. હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને UPI પિનના સાચા ઉપયોગ વિશે જણાવ્યું છે. એસબીઆઈએ કહ્યું છે કે લોકોએ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે જ UPI પિન નાખવો પડશે. ઉપરાંત, બેન્કે કેટલીક ટીપ્સ જાહેર કરી છે જેનો ઉપયોગ ઑનલાઇન છેતરપિંડીથી બચવા માટે કરી શકાય છે.
UPI એટલે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર, તે એક વાસ્તવિક સમયની ચુકવણી સિસ્ટમ છે જે એક જ મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા બે બેંક ખાતાઓ વચ્ચે ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે. આ ફિચરની મદદથી તમારા સ્માર્ટફોનનો વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકાય છે. તમે UPI ની મદદથી પૈસા મેળવી અને મોકલી શકો છો. રૂપિયા મોકલવા માટે તમારે UPI પિન દાખલ કરવો પડશે.
You need to enter UPI Pin only while sending money.
Remember the safety tips every time you make UPI payments.#UPITips #BHIMSBIPay #Safety #CyberSafety #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/5Z8eWudh1D— State Bank of India (@TheOfficialSBI) February 16, 2022
UPI ફ્રોડથી બચવા માટે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી ટિપ્સ નીચે મુજબ છે:
1. UPI પિન માત્ર પૈસા મોકલવા માટે જરૂરી છે પૈસા મેળવવા માટે નહીં.
2. પૈસા મોકલતા પહેલા હંમેશા મોબાઈલ નંબર, નામ અને UPI ID ની ચકાસણી કરો.
3. તમારો UPI પિન કોઈની સાથે શેર કરશો નહીં
4. ફંડ ટ્રાન્સફર માટે સ્કેનરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો
5. કોઈપણ પ્રશ્ન થાય તો સત્તાવાર વેબસાઇટ્સનો ઉપયોગ કરો.
6. કોઈપણ ચુકવણી અથવા ટેક્નિકલ સમસ્યાઓ માટે એપ્લિકેશનના કસ્ટમર કેર વિભાગનો ઉપયોગ કરો અથવા બેંકના ફરિયાદ પોર્ટલની મુલાકાત લો.
આ પણ વાંચો : વતન વાપસી : સુરતના 70 કરતા વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, ફ્લાઈટનું ભાડું 3 ગણું વધ્યું
Published On - 10:17 am, Fri, 18 February 22