Commodity Market Today : ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં લાગી આગ, જાણો હજુ કેટલા વધશે ભાવ

Commodity Market Today :ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ટામેટા બાદ હવે ડુંગળી સામાન્ય લોકોનું બજેટ બગાડશે. સપ્ટેમ્બરથી ડુંગળીના ભાવમાં બમ્પર વધારો થશે. તેમણે કહ્યું હતું કે આવતા મહિનાથી ડુંગળી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાવા લાગશે. તેનાથી મોંઘવારી વધશે.

Commodity Market Today : ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં લાગી આગ, જાણો હજુ કેટલા વધશે ભાવ
Commodity Market Today
| Edited By: | Updated on: Aug 26, 2023 | 6:33 PM

દેશમાં મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ (onion price) લોકોને રડાવી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. આમ છતાં મોંઘવારી ઘટવાને બદલે વધી રહી છે. ખાસ કરીને ડુંગળીના વધતા ભાવ સામાન્ય જનતાની સાથે સાથે સરકાર માટે પણ ટેન્શન સમાન બની ગયા છે. એક મહિના પહેલા જે ડુંગળી 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી તે હવે 35 થી 40 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે દેશના ઘણા શહેરોમાં તેનો રેટ 60 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયો છે. જેના કારણે સામાન્ય જનતાનું બજેટ બગડ્યું છે.

આ પણ વાંચો : Commodity Market Today : સતત બીજા સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો યથાવત, જાણો શું છે કારણ

ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સની સાઇટ અનુસાર, મિઝોરમમાં હાલમાં સમગ્ર દેશમાંથી મોંઘી ડુંગળી વેચાઇ રહી છે. અહીં લંગતલાઈ જિલ્લામાં એક કિલો ડુંગળીનો ભાવ 67 રૂપિયા થઈ ગયો છે. આવી સ્થિતિમાં લોકો ખરીદીમાં કાપ મુકી રહ્યા છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે બજારમાં જ ડુંગળી મોંઘી થઈ રહી છે. આવી સ્થિતિમાં રિટેલ માર્કેટમાં આવતા તેની કિંમત વધીને 67 રૂપિયા પ્રતિ કિલો થઈ રહી છે. જો વેપારીઓનું માનીએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની કોઈ આશા નથી. આગામી મહિનાથી ડુંગળી વધુ મોંઘી થવાની શક્યતા છે. આ પછી મિઝોરમના અન્ય શહેર ખ્વાજાવલમાં ડુંગળી સૌથી વધુ વેચાઈ રહી છે. અહીં એક કિલો ડુંગળીનો ભાવ રૂ.60 છે.

40 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે

દિલ્હી-એનસીઆરની વાત કરીએ તો અહીં ડુંગળીનો સરેરાશ ભાવ 37 રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં, આપણે કહી શકીએ કે મિઝોરમમાં ડુંગળીનો ભાવ દિલ્હી કરતા લગભગ બમણો છે. જો કે, કેન્દ્ર સરકાર ડુંગળીના વધતા ભાવને કાબૂમાં લેવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. તેમણે ડુંગળીની નિકાસ પર 40 ટકા આયાત જકાત લાદી છે. જેથી દેશમાં ડુંગળીનો સ્ટોક વધારી શકાય, જેથી બજારમાં ડુંગળીની અછત ન રહે.

વધતી કિંમતો

ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકાર પોતે નાફેડ દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહી છે. સરકારને આશા છે કે આ પગલાથી ડુંગળીના ભાવમાં ઘટાડો થશે. પરંતુ આવું થતું જણાતું નથી. ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:29 pm, Sat, 26 August 23