દેશભરના ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના 15માં હપ્તાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ તેને દિવાળી પછી 15મો હપ્તો મળવાની આશા હતી. જો કે, હવે દિવાળી પૂરી થઈ ગઈ છે, ત્યારે તમામ લાભાર્થી ખેડૂતો તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે PM કિસાન સન્માન નિધિના 15મા હપ્તાના પૈસા તેમના ખાતામાં હવે ગમે ત્યારે આવી શકે છે. જો તમે પણ પીએમ કિસાનના હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે તમારા ખાતામાં પૈસા ક્યારે આવશે.
મીડિયા અહેવાલો અનુસાર, 15મો હપ્તો દિવાળી પુરી થયા પછી 15 નવેમ્બર 2023ના રોજ દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં પહોંચી જશેની માહિતી મળી રહી છે. જો તમે પણ PM કિસાનના 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો એકવાર લાભાર્થીની યાદીમાં તમારું નામ છે તે ચોક્કસથી તપાસી લેજો, જેથી કરીને કોઈપણ મુશ્કેલી વિના તમારા ખાતામાં પૈસા આવી શકે છે.
તમને જણાવી દઈએ કે સરકારે ખેડૂતોની મદદ માટે ઘણી યોજનાઓ બનાવી છે. આમાંની સૌથી મોટી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતરગત ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 14 હપ્તા મોકલવામાં આવ્યા છે. ખેડૂતો અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર નોંધણી કરીને યોજનાનો લાભ મેળવી શકે છે.