ક્રૂડના ભાવમાં ફરી એકવાર ઉછાળો, રશિયા તરફથી પુરવઠામાં ઘટાડો થવાના સંકેતોની અસર

|

Mar 23, 2022 | 11:53 PM

રશિયા-યુક્રેન સંકટને કારણે કાચા તેલની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે. અમેરિકાએ રશિયા પર તેલ અને ગેસ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેની અસર કાચા તેલના સપ્લાય પર પડી રહી છે.

ક્રૂડના ભાવમાં ફરી એકવાર ઉછાળો, રશિયા તરફથી પુરવઠામાં ઘટાડો થવાના સંકેતોની અસર
Crude Oil Price

Follow us on

ક્રૂડ ઓઈલના (Crude Oil) ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. રશિયા અને યુક્રેન સંકટને  (Russia Ukraine Crisis) કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના સપ્લાય પર અસર થવાની ભીતિને ધ્યાનમાં રાખીને કિંમતો પહેલાથી જ ઊંચા સ્તરે છે. જ્યારે આજે નોંધાયેલ વધારો સીપીસી પાઈપલાઈન દ્વારા ક્રૂડ ઓઈલના સપ્લાય પર અસર પછી જોવા મળ્યો છે. રશિયાના મતે કેસ્પિયન પાઈપલાઈન કન્સોર્ટિયમ તરફથી ક્રૂડ ઓઈલના પુરવઠામાં ઘટાડો જોવા મળશે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના સપ્લાયમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. સમાચાર બાદ બ્રેન્ટ ક્રૂડની કિંમત ફરી એકવાર વધારા સાથે 120 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

આજે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે અને કિંમતો પ્રતિ બેરલ $120ને પાર કરી ગઈ છે. તે જ સમયે WTI ક્રૂડ પણ 5 ટકાથી વધુ વધીને બેરલ દીઠ $115ની ઉપર પહોંચી ગયું છે. માર્ચ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણા ઉતાર ચઠાવ જોવા મળ્યા છે અને મહિના દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $100થી $140 પ્રતિ બેરલ વચ્ચે રહ્યું છે. રશિયા-યુક્રેન સંકટને કારણે કાચા તેલની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે. અમેરિકાએ રશિયા પર તેલ અને ગેસ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેની અસર કાચા તેલના સપ્લાય પર પડી રહી છે. બીજી તરફ કેસ્પિયન પાઈપલાઈન કન્સોર્ટિયમ દ્વારા ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર થવાની ભીતિથી આજે વધારો નોંધાયો.

રશિયાએ મંગળવારે ચેતવણી આપી છે કે વાવાઝોડાને કારણે તેલની નિકાસ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનને કારણે બજારમાં મોકલવામાં આવતા તેલમાં દરરોજ 1 મિલિયન બેરલ તેલનો ઘટાડો જોવા મળી શકે છે. રશિયાના મતે સુધારાના કામમાં એકથી દોઢ મહિનાનો સમય લાગી શકે છે. સીપીસી દ્વારા દરરોજ 13 લાખ બેરલ સુધી તેલનો સપ્લાય કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દબાણ હેઠળ

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દબાણ જોવા મળશે. હાલમાં માત્ર બે દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 1.5 રૂપિયાથી વધુનો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઉછાળો કાચા તેલની કિંમતોમાં વધારાને કારણે જોવા મળ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો ક્રૂડ ઓઈલના ભાવમાં આવો જ વધારો જોવા મળશે તો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર 100 રૂપિયાની સપાટીને પાર કરી શકે છે.

આ પણ વાંચો :  અદાણી પોર્ટે 300 મેટ્રીક ટન કાર્ગો પરિવહનનો વિક્રમ સર્જ્યો, કંપની પાસે દેશની કુલ પોર્ટ ક્ષમતાનો 24 ટકા હિસ્સો

Next Article