બ્યુટી ઈ-કોમર્સ કંપની Nykaaના CEO અને સ્થાપક ફાલ્ગુની નાયર તાજેતરમાં જ સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા અબજોપતિ બન્યા છે. માર્કેટમાં લિસ્ટિંગ બાદ કંપનીને મળેલા જોરદાર પ્રતિસાદ બાદ આવું થયું છે. નાયરે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં વધુ છ ભારતીય મહિલા અબજોપતિઓનો ઉમેરો કર્યો છે. 58 વર્ષની ઉંમરે નાયર નાયકાના લગભગ અડધા શેર ધરાવે છે.
નાયરે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કંપનીનું લિસ્ટિંગ કરતાં પહેલાં કહ્યું હતું કે તેમણે 50 વર્ષની ઉંમરે કોઈ અનુભવ વિના નાયકા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે નાયકાની સફર તમારામાંના દરેકને પોતાના જીવનની નાયિકા બનવાની પ્રેરણા આપે. ફાલ્ગુની નાયરના જીવનમાંથી રોકાણકારો શીખી શકે તેવી ઘણી બાબતો છે. ચાલો જાણીએ.
રોકાણકારે હંમેશા પહેલા એક પ્લાન તૈયાર રાખવો જોઈએ. ફાલ્ગુની નાયરે પોતાની જાત પર એક સમયમર્યાદા નક્કી કરી હતી કે તે 50 વર્ષની થશે ત્યાં સુધીમાં તે પોતાનું કંઈક શરૂ કરશે અને પછી નાયકાનો જન્મ થયો. તેણે જીવનમાં ખૂબ સમજી વિચારીને નિર્ણયો લીધા, જેમ કે બિઝનેસ સ્કૂલમાં ભણવું, 19 વર્ષ એવી કંપનીમાં વિતાવ્યા જ્યાં તેમની સારી કારકિર્દી હતી અને પછી એવું ક્ષેત્ર પસંદ કર્યું કે જે ભારતમાં બહુ સાંભળ્યું ન હોય. તેથી, રોકાણકારોએ કોઈપણ રોકાણ કરતા પહેલા તેમનું સંશોધન કરવું જોઈએ.
પોતાની કંપનીની શરૂઆત બાદ ફાલ્ગુની નાયરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ આશા રાખે છે કે તેમની જેમ વધારે સ્ત્રીઓ પોતાના માટે સપનાઓ જુએ. Nykaa 2012માં આવી હતી, જ્યારે દરેક વ્યક્તિ મેકઅપ ખરીદવા માટે નજીકની દુકાનોમાં જતા હતા. તેઓએ આ ટ્રેન્ડને તોડવાની હિંમત કરી અને વર્ષો પછી Nykaa તેના પ્લેટફોર્મ પર 300થી વધુ બ્રાન્ડ્સના ત્રણ લાખથી વધુ ઉત્પાદનોનું વેચાણ કરે છે.
ફાલ્ગુની નાયરે કોટક કંપનીમાં 19 વર્ષ ગાળ્યા બાદ છોડવાનું જોખમ લીધું. 50 વર્ષની ઉંમરે પહોંચવાના થોડા મહિના પહેલા તેમણે ભારતમાં ક્યારેય વિચાર્યું ન હોય તેવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું જોખમ લીધું. 10 વર્ષ પહેલા ઓનલાઈન બ્યુટી પ્લેટફોર્મ એક નવી વસ્તુ હતી.
થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં નાયરે કહ્યું હતું કે તેમની બ્યુટી અને ફેશન કોમર્સ ઈન્ડસ્ટ્રી તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેથી વિકાસ માટે વિશાળ અવકાશ છે અને રોકાણકારોને પણ લાગે છે કે વેચાણ વધવાથી નફો અનેકગણો વધશે.
આ પણ વાંચો : શું Bank Locker મેળવવા માટે ફરજીયાત FD કરવી પડે છે? બેંકના અધિકારી દબાણ કરે તો બતાવી દો RBI નો આ નિયમ