
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હિંડનબર્ગ વમળમાંથી બહાર આવ્યા બાદ ઝડપથી કમબેક કર્યું છે, એક સપ્તાહની અંદર શેરમાં જોરદાર ઉછાળાને કારણે, તે હવે અમીરોની યાદીમાં 12 સ્થાન ઉપર ચઢીને 22મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. જ્યાં ભૂતકાળમાં શેરોમાં આવેલી સુનામીના કારણે તેમની ત્રણ કંપનીઓના શેરો પર નજર રાખવામાં આવી હતી ત્યાં હવે અચાનક આવેલી તેજી વચ્ચે NSEએ ફરીથી ત્રણ શેરો પર નજર રાખી છે.
ગૌતમ અદાણીના ત્રણ શેર ગુરુવારથી ટૂંકા ગાળાના સર્વેલન્સ ફ્રેમવર્કમાં મૂકવામાં આવ્યા છે. તેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પાવર અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે અદાણી એન્ટરપ્રાઈઝને 6 માર્ચે એટલે કે બે દિવસ પહેલા જ ASMમાંથી બહાર કરી દેવામાં આવી હતી. હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ફરી એકવાર તેને દેખરેખ હેઠળ લઈ લીધું છે
અદાણી એન્ટરપ્રાઈઝના શેર લગભગ એક મહિના સુધી શોર્ટ ટર્મ સર્વેલન્સ ફ્રેમવર્કમાં રહ્યા હતા. દેખરેખ હેઠળ રાખવાના સમાચારની સીધી અસર આ શેર પર પડી અને શેરબજારમાં દિવસનો કારોબાર શરૂ થતાં જ તેમાં ઘટાડો જોવા મળ્યો સમાચાર લખાય છે ત્યાં સુધી, તે 4.78 ટકા અથવા રૂ. 97.45 ઘટીને રૂ. 1,918.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે તમામ અદાણી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી અને પાંચ શેરોમાં અપર સર્કિટ લાગી હતી. જોકે, ASM ફ્રેમવર્કમાં મૂકાયા બાદ અદાણી એન્ટરપ્રાઈઝમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ બાકીના બે શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. Adani Power અપર સર્કિટમાં છે અને તે +5.90 ટકા વધીને રૂ. 201.80 પર પહોંચી ગયો છે. Adani Wilmar Ltd −10.85 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો રૂ. 462.50 પર ટ્રેડ કરી રહ્યા છે.
સવારે 09:15 વાગ્યે ટ્રેડિંગની શરૂઆતમાં બીએસઈના 30 શેરના ઈન્ડેક્સ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી 01 ટકાથી વધુ નીચે ગયા હતા. ટૂંકા ગાળામાં સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ નીચે ગયો હતો. આજના કારોબારમાં વિદેશી બજારોના સંકેતોથી સ્થાનિક બજારની ગતિવિધિ પર અસર પડી શકે છે. આ સિવાય રોકાણકારો પણ બજારને પ્રભાવિત કરી શકે છે. ગુરુવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. 561 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો રૂ. 42 કરોડના ચોખ્ખા ખરીદદારો હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જે બલરામપુર ચીની મિલ્સ અને જીએનએફસીને માર્ચ 10 માટે તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યા છે. F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી ગયા છે.