હવે વિનોદ અદાણીના નામ પર કોઈ સવાલ નહીં થાય, Adani Group નો ખુલાસો

હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે અદાણી જૂથમાં હલચલ મચાવી દીધી હતી. તેમાં ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીની ભૂમિકાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. હવે આ અંગે ગ્રુપે મહત્વનો ખુલાસો કર્યો છે.

હવે વિનોદ અદાણીના નામ પર કોઈ સવાલ નહીં થાય, Adani Group નો ખુલાસો
Gautam Adani, Vinod Adani
| Edited By: | Updated on: Mar 17, 2023 | 4:42 PM

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે તોફાન મચાવનાર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં તેમના મોટા ભાઈ વિનોદ અદાણી પર અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા. અદાણી જૂથમાં તેમની સંડોવણી અને રોકાણ અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હવે અદાણી જૂથ દ્વારા વિનોદ અદાણીને લઈને મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે.

શેરબજારને આપેલી માહિતીમાં અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું કે વિનોદ અદાણી ગ્રૂપના પ્રમોટર ગ્રૂપનો હિસ્સો છે. જ્યારે ગૌતમ અદાણી અને રાજેશ અદાણી જૂથની કેટલીક લિસ્ટેડ કંપનીઓમાં વ્યક્તિગત પ્રમોટર્સ છે. વિનોદ અદાણી બંને વ્યક્તિગત પ્રમોટરોના નજીકના સંબંધી પણ છે.

વિનોદ અદાણીને લઈને અદાણી ગ્રુપનું મોટું નિવેદન

આ સંબંધિત એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિનોદ અદાણી અદાણી ગ્રુપની અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર ગ્રૂપમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ સંપૂર્ણપણે ભારતીય નિયમો અનુસાર છે. તે જ સમયે, શેરબજારની વિવિધ જાહેર સૂચનાઓમાં સમયાંતરે આ વિશેની માહિતી આપવામાં આવી છે.

ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી દુબઈમાં રહે છે. તેઓ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ(Endeavour Trade and Investment Limited) કંપનીને નિયંત્રિત કરે છે, જેણે ACC સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ લિમિટેડને હસ્તગત કરી છે. આ બંને કંપનીઓ અદાણી ગ્રુપનો હિસ્સો છે, અને આ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં વિનોદની ભૂમિકા નકારી

જાન્યુઆરીમાં જ્યારે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે અદાણી ગ્રૂપે કહ્યું હતું કે વિનોદ અદાણી પાસે અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં કોઈ મેનેજમેન્ટ પોસ્ટ કે સત્તા નથી. તેમજ તેઓ આ કંપનીઓની સબસિડિયરી કંપનીઓના રોજબરોજના કામકાજમાં દખલ કરતા નથી.

અદાણી ગ્રુપને મળ્યો હાશકારો, BSE-NSE એ ગ્રુપની 3 કંપનીઓને શોર્ટ ટર્મ સર્વેલન્સ માંથી હટાવી

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને BSEના નિર્ણયથી ગૌતમ અદાણીને મોટી રાહત મળી છે. કારણ કે NSE અને BSE એ અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ – અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર અને અદાણી વિલ્મરને ટૂંકા ગાળાના સર્વેલન્સમાંથી બહાર કાઢી છે. એક્સચેન્જો પર ઉપલબ્ધ વિવિધ પરિપત્રો અનુસાર, શેરોને 17 માર્ચથી ટૂંકા ગાળાના સર્વેલન્સથી દૂર રાખવામાં આવશે. NSE અને BSE એ 8મી માર્ચે ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઇઝ સહિત અદાણી ગ્રુપની 3 કંપનીઓને ASM સર્વેલન્સ હેઠળ મૂકી હતી.