હવે પોસ્ટ ઓફિસમાં પણ PAN CARD બનાવી શકાશે, જાણો પ્રક્રિયા

જો તમે હજી સુધી તમારું પાનકાર્ડ (PAN CARD) બનાવ્યું નથી તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે પોસ્ટ ઓફિસ પર જઈને પાન કાર્ડ માટે અરજી કરી શકો છો.

હવે પોસ્ટ ઓફિસમાં પણ PAN CARD બનાવી શકાશે, જાણો પ્રક્રિયા
| Updated on: Mar 27, 2021 | 9:13 AM

જો તમે હજી સુધી તમારું પાનકાર્ડ (PAN CARD) બનાવ્યું નથી તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે પોસ્ટ ઓફિસ પર જઈને પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. ઈન્ડિયા પોસ્ટ દ્વારા ટ્વીટ કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. હાલના સમયમાં આધારકાર્ડ અને પાનકાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયા છે. પાન કાર્ડનો ઉપયોગ આર્થિક વ્યવહારમાં પણ થાય છે. તમે ઘરે બેસીને પણ પાનકાર્ડ ઓનલાઇન અરજી કરી શકો છો.

ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કર્યું છે

આ કામોમાં પાનકાર્ડ જરૂરી છે
પાન કાર્ડ એક ઓળખ કાર્ડ તરીકે પણ કામ કરે છે. પાનકાર્ડ બેંક ખાતું ખોલવા, 50 હજાર રૂપિયાથી વધુના નાણાંકીય વ્યવહાર અને આવકવેરા રીટર્ન ભરવા માટે જરૂરી છે. આ ઉપરાંત મિલકતની ખરીદીમાં પણ તે જરૂરી છે. તમે પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ માટે તમારે તમારું અપડેટ કરેલું આધારકાર્ડ, ફોટો અને અન્ય વિગતો આપવી પડશે.

પોસ્ટની નજીકની શાખા અરજી સ્વીકારશે
આપણા વિસ્તારમાં આવેલી પોસ્ટની શાખા આપણી પણ કાર્ડ માઈટેની અરજી સ્વીકારશે. ઇન્ડિયન પોસ્ટની આ સુવિધાનો સીધો એ લાભ થશે કે તમારે અન્ય દૂર આવેલી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહિ અને aaપણ વિસ્તારની પોસ્ટ ઓફિસ આપણી સમસ્યા હળવી કરશે. પોસ્ટ ઓફિસમાં જરૂરી દસ્તાવેજો સાથે પહોંચી અરજદારે પાનકાર્ડ માટે અરજી કરવાની રહેશે જે ઉપર પોસ્ટ વિભાગ પાનકાર્ડ બનાવવાની કાર્યવાહી કરશે.

આ લિંક પરથી અરજી કરી શકો છો
પોસ્ટ ઓફિસ ઉપરાંત તમે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો. આ માટે તમારે વેબસાઇટ http://www.onlineservices.nsdl.com/ પર જવું પડશે. અહીં તમારે તમારા આધાર કાર્ડ સહિત અન્ય મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવાની રહેશે. આ સિવાય તમારે પાનકાર્ડ ફી પણ ઓનલાઇન જમા કરાવવાની રહેશે. પાન કાર્ડ થોડા દિવસ પછી તમારા સરનામાં પર મોકલવામાં આવશે.