છત પર લગાવવા જઈ રહ્યા છો સોલર પેનલ, તો થઈ જાઓ સાવધાન ! સરકારે જાહેર કરી આ ચેતવણી

|

Dec 09, 2021 | 10:31 PM

મંત્રાલયની આ સ્પષ્ટતા એવા અહેવાલો સામે આવ્યા પછી આવી છે કે કેટલાક વિક્રેતાઓ (વિક્રેતા અથવા સપ્લાયર્સ) પોતાને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે મંત્રાલય દ્વારા અધિકૃત હોવાનો દાવો કરી રહ્યા છે.

છત પર લગાવવા જઈ રહ્યા છો સોલર પેનલ, તો થઈ જાઓ સાવધાન ! સરકારે જાહેર કરી આ ચેતવણી
Rooftop Solar Panel (File Image)

Follow us on

નવી અને રીન્યુએબલ ઉર્જા મંત્રાલયે (Ministry of New & Renewable Energy) સ્પષ્ટતા કરી કે તેણે રૂફટોપ સોલાર પેનલ્સ (Rooftop Solar Panel) ઇન્સ્ટોલ કરવા માટે કોઈપણ વિક્રેતા અથવા સપ્લાયરને અધિકૃત કર્યા નથી. મંત્રાલયની આ સ્પષ્ટતા એવા અહેવાલો સામે આવ્યા પછી આવી છે કે કેટલાક વિક્રેતાઓ (વિક્રેતા અથવા સપ્લાયર્સ) પોતાને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે મંત્રાલય દ્વારા અધિકૃત હોવાનો દાવો કરી રહ્યા છે. ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર સ્કીમના બીજા તબક્કામાં છત પર સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે.

આ સાથે મંત્રાલયે ગ્રાહકોને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (Discoms) દ્વારા નક્કી કરેલા દરો પર જ ચૂકવણી કરવાની સલાહ પણ આપી છે. વિતરણ કંપનીઓ ટેન્ડર પ્રક્રિયા દ્વારા વિક્રેતાઓને તેમની પેનલમાં જોડે છે અને રૂફટોપ સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટેના દરો પણ નક્કી કરે છે.

સરકાર સબસિડી આપે છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રૂફટોપ સોલાર પ્લાન (Rooftop Solar Plan) હેઠળ, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય પ્રથમ 3 કિલોવોટ વીજળી પર 40 ટકા સબસિડી આપે છે અને 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની સબસિડીનો દર 20 ટકા છે. આ યોજના રાજ્યોમાં સ્થાનિક વીજળી વિતરણ કંપનીઓ દ્વારા લાગુ કરવામાં આવી રહી છે.

મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા ધ્યાને આવ્યું છે કે કેટલીક રૂફટોપ સોલર કંપનીઓ પોતાને મંત્રાલયના અધિકૃત વિક્રેતાઓ તરીકે ઓળખાવીને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરી રહી છે. એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે મંત્રાલયે આ માટે કોઈ વેન્ડરને અધિકૃત કર્યા નથી. રાજ્યોમાં આ યોજનાને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ લાગુ કરી રહી છે. તેઓએ ટેન્ડરો દ્વારા વિક્રેતાઓને જોડ્યા છે અને સોલાર પેનલના ઇન્સ્ટોલેશનનો દર પણ નક્કી કર્યો છે.

આવી રીતે કરી શકાય છે અરજી 

જેઓ તેમના ઘરો અથવા સંસ્થાઓની છત પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે અને પેનલમાં સામેલ વેન્ડર પેનલ ઇન્સ્ટોલ કરશે. આ પ્રક્રિયા વિશેની માહિતી સંબંધિત વિતરણ કંપનીઓના પોર્ટલ પરથી મેળવી શકાય છે.

મંત્રાલયે એ હકીકતની પણ નોંધ લીધી છે કે કેટલાક વિક્રેતાઓ સ્થાનિક ગ્રાહકો પાસેથી વિતરણ કંપનીઓ દ્વારા નિર્ધારિત દરો કરતાં વધુ ચાર્જ વસૂલી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે વિતરણ કંપનીઓને આવા વિક્રેતાઓની ઓળખ કરવા અને તેમને સજા કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ સિવાય MNRE એ PM કુસુમ યોજનાને લઈને સામાન્ય લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. લાભાર્થીઓને ચેતવણી આપતી વખતે, તેમને નકલી વેબસાઇટ્સ પર ફી જમા ન કરવા માટે કહેવામાં આવ્યું છે. સહભાગિતા અને અમલીકરણ પ્રક્રિયા માટેની પાત્રતા વિશેની માહિતી www.mnre.gov.in પર ઉપલબ્ધ છે.

 

આ પણ વાંચો : દેશમાં બેટરી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ અંગે ઊર્જા મંત્રીએ યોજી મહત્વની બેઠક, વિદેશમાં લિથિયમની ખાણો ખરીદવા અંગે કરી ચર્ચા

Next Article