વધુ એક સરકારી કંપનીની માલિકી ટાટા પાસે જશે, ટાટા સ્ટીલે 12100 કરોડમાં કરી ડીલ, પરંતુ સરકારની તિજોરીમાં 1 રૂપિયો પણ નહી આવે

|

Jul 05, 2022 | 9:45 AM

વધુ એક સરકારી કંપની ટાટા ગ્રુપની (Tata Group) બની છે. નિલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડને ટાટા સ્ટીલે ખરીદી લીધી છે. 12100 કરોડમાં કરવામાં આવેલી આ ડીલ સોમવારે પૂર્ણ થઈ હતી. ટાટા સ્ટીલ 2030 સુધીમાં તેની ક્ષમતા વધારીને વાર્ષિક 10 મિલિયન ટન કરવાની યોજના ધરાવે છે.

વધુ એક સરકારી કંપનીની માલિકી ટાટા પાસે જશે, ટાટા સ્ટીલે 12100 કરોડમાં કરી ડીલ, પરંતુ સરકારની તિજોરીમાં 1 રૂપિયો પણ નહી આવે
Ratan Tata (File Image)

Follow us on

જાહેર ક્ષેત્રની ઉપક્રમ નિલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL) ના ખાનગીકરણની પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઈ હતી. હવે તેનું નિયંત્રણ ટાટા ગ્રુપની કંપની TSLP (Tata Steel Long Products)ને સોંપવામાં આવ્યું છે. નાણા મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન પૂર્ણ થયેલું આ બીજું સફળ ખાનગીકરણ છે. આ પહેલા એર ઈન્ડિયા ટાટા ગ્રુપને જ સોંપવામાં આવી હતી. ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ (TSLP) ને NINL માટે આમંત્રિત કરાયેલ બિડ્સમાં ગયા જાન્યુઆરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ટાટા ગ્રૂપની સ્ટીલ કંપનીએ ખોટમાં ચાલી રહેલી NINL માટે રૂ. 12,100 કરોડની બિડ કરી હતી. આ બિડ રૂ. 5,616.97 કરોડની અનામત કિંમત કરતાં લગભગ બમણી હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “NINLનો વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ સોદો આજે 93.71 ટકા શેર વ્યૂહાત્મક ખરીદનાર TSLPને ટ્રાન્સફર સાથે પૂર્ણ કરવામાં આવ્યો છે.”

ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ એ ટાટા સ્ટીલની પેટાકંપની છે. ટાટા સ્ટીલે સોમવારે જણાવ્યું હતું કે તે નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL) ની કામગીરી ફરીથી શરૂ કરવા અને આગામી થોડા વર્ષોમાં તેની ક્ષમતા વધારીને વાર્ષિક 4.5 મિલિયન ટન કરવા માટે ઝડપથી કામ કરશે. ઓડિશામાં વાર્ષિક 10 લાખ ટન સ્ટીલ ક્ષમતા વાળા પ્લાન્ટનું સંપાદન પૂર્ણ કર્યા બાદ જાહેર કરાયેલા નિવેદનમાં ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે NINL 2030 સુધીમાં તેની ક્ષમતા વધારીને વાર્ષિક 10 મિલિયન ટન કરવાની પણ યોજના ધરાવે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

93.71 ટકા એક્વિઝિશન પૂર્ણ થયું છે

ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે TSLP એ NINLનું 93.71 ટકા સંપાદન પૂર્ણ કર્યું છે. ટાટા સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (MD અને CEO) અને TSLPના ચેરમેન ટી વી નરેન્દ્રને જણાવ્યું હતું કે, આ એક્વિઝિશન એક ઐતિહાસિક સિદ્ધિ હોવાની સાથે – સાથે ટાટા સ્ટીલ ગ્રૂપ માટે સમર્પિત બાર જેવા લાંબા પ્રોડક્ટ હબની રચના તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.

કઈ કંપનીની કેટલી હીસ્સેદારી છે?

NINL એ ચાર જાહેર ક્ષેત્રની કંપનીઓ MMTC, NMDC, BHEL અને MECON ઉપરાંત બે ઓડિશા સરકારી એકમો OMC (Odisha Mining Corporation) અને IPICOLનું સંયુક્ત સાહસ છે. MMTC આ સ્ટીલ કંપનીમાં સૌથી વધુ 49.78 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે NMDC પાસે 10.10 ટકા, BHEL પાસે 0.68 ટકા અને MECON પાસે 0.68 ટકા હિસ્સો છે. બીજી તરફ, ઓડિશા સરકારી કંપનીઓ પાસે 20.47 ટકા અને 12 ટકા હિસ્સો હતો.

સરકારી તિજોરીમાં કંઈ નહીં આવે

NINL માટેની બિડમાં ટાટા ગ્રૂપની કંપની વિજયી થયા બાદ 10 માર્ચે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે આ કરાર મુજબ ઓપરેશનલ લેણદારો, કર્મચારીઓ અને વિક્રેતાઓના લેણાં સંબંધિત શરતો પૂરી કરવામાં આવી છે. જો કે, આ કંપનીમાં સરકારનો કોઈ હિસ્સો ન હોવાથી આ વેચાણથી સરકારની તિજોરીમાં કોઈ વધારો થશે નહીં.

Next Article