બ્રોડબેન્ડ માર્કેટમાં મુકેશ અંબાણીને ટક્કર આપશે મસ્ક, પરંતુ તમને થશે ફાયદો જાણો કેવી રીતે?

|

Oct 12, 2022 | 12:11 PM

સેટેલાઇટ દ્વારા બ્રોડબેન્ડ ખૂબ જ અસરકારક સેવા છે, તે ખૂબ જ દૂરના વિસ્તારોમાં ઝડપી ઇન્ટરનેટ ઍક્સેસ આપી શકાય છે. જો કે તેની કિંમત અને સર્વિસ ચાર્જ ખૂબ વધારે છે

બ્રોડબેન્ડ માર્કેટમાં મુકેશ અંબાણીને ટક્કર આપશે મસ્ક, પરંતુ તમને થશે ફાયદો જાણો કેવી રીતે?
Musk

Follow us on

બ્રોડબેન્ડ(Broadband) ના સ્થાનિક બજારમાં આવનારા સમયમાં મોટી લડાઈ જોવા મળી શકે છે. હકીકતમાં, ટેસ્લાના માલિક એલોન મસ્કે ભારતમાં સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ બિઝનેસ માટે મંજૂરી માંગી છે. ભારતી ગ્રુપ અને રિલાયન્સ જિયો (Reliance Jio) આ સેગમેન્ટમાં પ્રવેશી ચૂક્યા છે. આવી સ્થિતિમાં, ભવિષ્યની આ ટેક્નોલોજી પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે આ કંપનીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થવાની સંભાવના છે. જોકે આ ટક્કર સ્થાનિક ગ્રાહકો માટે વધુ સારી રહેશે. કારણ કે કંપનીઓ આ ટેક્નોલોજીમાં લાભ તો આપે છે ખૂબ, પરંતુ સંચાર માટે તે ખર્ચાળ છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સ્પર્ધાથી ગ્રાહકોને ફાયદો થશે.

શું છે મસ્કની રણનીતિ

મસ્કની કંપની સ્પેસએક્સે સેટેલાઇટ દ્વારા ભારતમાં બ્રોડબેન્ડ બિઝનેસ માટે પરવાનગી માંગી છે. સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે SpaceX, તેની બ્રાન્ડ Starlink દ્વારા, ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઇટ સર્વિસ (GMPCS) માટે પરમિટ માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગને અરજી કરવાની તૈયારી કરી રહી છે. તેણે સેક્ટરમાં તેનો હિસ્સો નક્કી કરવાનો છે, જેની વર્ષ 2025 સુધીમાં તેનું કદ $13 બિલિયન રહેવાનો અંદાજ છે.

આ પગલાથી મસ્ક સેટેલાઇટ સેવા સાથે બ્રોડબેન્ડના બજારમાં મુકેશ અંબાણી અને સુનીલ ભારતી મિત્તલને પડકાર આપે તેવી શક્યતા છે. વાસ્તવમાં, ભારતી ગ્રૂપના સમર્થનમાં, વનવેબ અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમના સેટેલાઇટ યુનિટે આ સેક્ટર પર પોતાની નજર પહેલેથી જ લગાવી દીધી છે. આ બંને કંપનીઓ પરમિટ માટે અરજી કરી ચૂકી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ જંગનો શું થશે ફાયદો

સેટેલાઇટ દ્વારા બ્રોડબેન્ડ ખૂબ જ અસરકારક સેવા છે, તે ખૂબ જ દૂરના વિસ્તારોમાં ઝડપી ઇન્ટરનેટ ઍક્સેસ આપી શકાય છે. અને આ વિસ્તારોને શહેરો અને અન્ય હાઇટેક સિસ્ટમ્સ સાથે સરળતાથી જોડી શકાય છે. જેના કારણે બેંકિંગથી લઈને શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અહીં સરળતાથી પહોંચી શકે છે. આ સેવાઓ કટોકટીમાં પણ મદદ કરે છે. જો કે, સેટેલાઇટ દ્વારા આપવામાં આવતી સુવિધાને કારણે, સેવાઓ સામાન્ય સેવાઓ કરતા ઘણી મોંઘી છે. જો તમે સ્ટારલિંકની સર્વિસને જ જુઓ તો તેનું ટર્મિનલ અને એક વર્ષની સર્વિસ દરેક એક લાખ રૂપિયાથી ઉપર છે.

જો કે, સ્પર્ધામાં વધારો થવાથી ભાવમાં તીવ્ર ઘટાડો થવાની સંભાવના છે અને આવનારા સમયમાં દૂરના વિસ્તારોમાં રહેતા લોકો તેમના ઘરે આવા ટર્મિનલ લગાવીને ઝડપી ઈન્ટરનેટનો લાભ લઈ શકે છે. જેના કારણે ગામડાઓ, પર્વતીય વિસ્તારો વગેરેમાં નવી સેવાઓ પહોંચી શકશે.

Next Article