Mukesh Ambani એ એક દિવસમાં 19000 કરોડની કમાણી કરી, ટોપ-10માં થઇ ગયા સામેલ

Mukesh Ambani Net Worth Rise : ટોપ-10 અબજોપતિઓની યાદી પર નજર કરીએ તો, મુકેશ અંબાણી હાલમાં $90.6 બિલિયનની નેટવર્થ સાથે 13મા સ્થાને છે અને તેમની ઉપર માત્ર ત્રણ અબજોપતિ છે. જેમની વચ્ચે પ્રોપર્ટીનું અંતર ઘણું ઓછું રહ્યું છે.

Mukesh Ambani એ એક દિવસમાં 19000 કરોડની કમાણી કરી, ટોપ-10માં થઇ ગયા સામેલ
Mukesh Ambani
| Edited By: | Updated on: Oct 23, 2023 | 7:48 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર વિશ્વના ટોપ 10 સૌથી અમીર લોકોની યાદીમાં પોતાનું સ્થાન મેળવી શકે છે. વાસ્તવમાં, મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર લોકોના પ્રતિષ્ઠિત બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 13માં સ્થાને આવ્યા છે અને ટોપ 10માં સ્થાન મેળવવા માટે તેમણે માત્ર 3 વધુ ઉદ્યોગપતિઓને પાછળ છોડવા પડશે.

આટલી વધી અંબાણીની નેટવર્થ

એશિયાના સૌથી ધનાઢ્ય અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ છેલ્લા 24 કલાકમાં જોરદાર ફાયદો કર્યો છે અને તેમની કુલ સંપત્તિમાં $2.35 બિલિયન અથવા લગભગ 19,000 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આના આધારે તેમની કુલ નેટવર્થ 90 બિલિયન ડૉલરથી વધુ વધીને 90.6 બિલિયન ડૉલર થઈ ગઈ છે. આ આખા વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં મુકેશ અંબાણીએ તેમની નેટવર્થમાં 3.46 બિલિયન ડૉલરનો વધારો કર્યો છે.

મુકેશ અંબાણી હાલમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 13મા ક્રમે

મુકેશ અંબાણી હાલમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 13મા ક્રમે છે અને હવે તેમને ટોપ-10માં ફરી પ્રવેશવા માટે માત્ર 3 વધુ અબજોપતિ ઉદ્યોગપતિઓને પાછળ છોડવા પડશે. તેમના નામ છે ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ, કાર્લોસ સ્લિમ અને સેર્ગેઈ બ્રિન. મુકેશ અંબાણી અને આ ત્રણ ઉદ્યોગપતિઓની સંપત્તિ વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ ગયું છે, જેના કારણે આશા છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન ટૂંક સમયમાં ટોપ-10ની યાદીમાં પ્રવેશ કરશે.

Published On - 4:19 pm, Wed, 5 July 23