શું તમને મળી રહ્યો છે MTNLમાંથી KYC એક્સપાયર થવાનો મેસેજ? તો થઈ જાઓ સાવધાન તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી

|

Oct 16, 2021 | 6:34 PM

શું તમે MTNLના ગ્રાહક છો અને તમને મેસેજ મળ્યો છે કે તમારું MTNL KYC 24 કલાકમાં સમાપ્ત થઈ જશે તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે.

શું તમને મળી રહ્યો છે MTNLમાંથી KYC એક્સપાયર થવાનો મેસેજ? તો થઈ જાઓ સાવધાન તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી
KYCના મેસેજ દ્વારા MTNL ના ગ્રાહકો સાથે છેતરપીંડી

Follow us on

Fake Message Alert: શું તમે MTNLના ગ્રાહક છો અને તમને મેસેજ મળ્યો છે કે તમારું MTNL KYC 24 કલાકમાં સમાપ્ત થઈ જશે તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. આ મેસેજ પર જરા પણ વિશ્વાસ કરશો નહીં. આના દ્વારા તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તેથી સાવચેત રહો. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી.

 

શું કહેવામાં આવ્યું છે મેસેજમાં?

PIB ફેક્ટ ચેકે તેના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે એક મેસેજ જોવા મળ્યો છે, જેમાં એક વ્યક્તિને કહેવામાં આવી રહ્યું છે કે તેનું MTNL KYC 24 કલાકમાં સમાપ્ત થઈ જશે. તેને કહ્યું કે આ મેસેજ ફેક છે. PIB ફેક્ટ ચેકે એમ પણ કહ્યું કે MTNL ક્યારેય KYC વેરિફિકેશન માટે વ્યક્તિઓને ફોન અથવા WhatsApp પર મેસેજ અથવા ટેક્સ્ટ મેસેજ કરતી નથી. તેથી, આવા કોઈપણ ફ્રોડ ઈમેઈલ અથવા એસએમએસ અથવા કોલનો જવાબ આપશો નહીં.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

 

પીઆઈબી ફેક્ટ ચેકે પણ આવા જ એક ફેક મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે જણાવે છે કે પ્રિય MTNL યુઝર્સ, MTNL KYC સમાપ્ત થઈ ગયું છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે વેરીફીકેશન માટે કોલ કરો. આવું ન કરવા પર તે 24 કલાકની અંદર બ્લોક થઈ જશે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો આપેલ નંબર પર બિલકુલ ફોન ન કરો. તેમજ તમારી વ્યક્તિગત વિગતો કોઈ પણ વ્યક્તિને આપશો નહીં.

 

આ ગુનેગારોનો તમને તેમની જાળમાં ફસાવવાનો આ એક માર્ગ હોઈ શકે છે. તેથી તેની જાળમાં ન આવો. કોરોના મહામારી દરમિયાન છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે. ગુનેગારો આ માટે ઘણી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી જ તેમનાથી બચીને રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

 

PIB ફેક્ટ ચેક શું છે?

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીનું ખંડન કરે છે. જો તમને સરકાર સંબંધિત કોઈ સમાચાર ખોટા હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે વિગતો 918799711259 આ મોબાઈલ નંબર અથવા socialmedia@pib.gov.in ઈમેઈલ આઈડી પર  મોકલી શકો છો.

 

 

આ પણ વાંચો :  Cruise Drug Case : ડ્રગ્સ કેસને લઈને NCB એક્શનમાં, મુંબઈમાં એક સાથે ત્રણ સ્થળોએ દરોડા પાડી શરૂ કરી તપાસ

 

Next Article