AHMEDABAD : ફોર્ડ મોટર્સના સાણંદ પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ થતા 4 હજારથી વધુ કર્મચારીઓ બેકાર થશે

|

Sep 12, 2021 | 9:06 AM

Ford Motors : દેશમાં ફોર્ડના 170 ડીલર્સ અને 391 જેટલા આઉટલેટ્સ છે. ફોર્ડના નિર્ણયથી ડીલર્સે કરેલા 2,000 કરોડના રોકાણ પર પાણી ફરી વળશે.

AHMEDABAD : અમેરિકન કંપની ફોર્ડ ઇન્ડિયા ( Ford India)એ તેના સાણંદ (Sanand)એકમમાં મોટરકારનું ઉત્પાદન બંધ કરી દેવાની જાહેરાત કરી છે.ગુજરાત અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે ન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે..ફોર્ડ કંપનીએ અમદાવાદના સાણંદમાં અને તામીલનાડુના ચેન્નઇમાં આવેલા બંને પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધી કરી દેવાનું નક્કી કર્યું..કંપનીના નિર્ણય મુજબ સાણંદ પ્લાન્ટ 2021ના ફોર્થ ક્વાટર અને ચેન્નઇ પ્લાન્ટ 2022ના બીજા ક્વાટરમાં બંધ કરાશે.આ નિર્ણય અંગે કંપનીના કર્મચારીઓને પણ જાણ કરી દેવામાં આવી.જોકે કંપનીએ જાહેરાત કરી છે કે, સાણંદ પ્લાન્ટમાં એન્જીન બનાવવાનું શરૂ રહેશે.

ફોર્ડ મોટર્સનું સાણંદ યુનિટ બંધ થવાથી 4 હજાર કર્મચારીઓ બેકાર થશે. ફોર્ડના એક નિર્ણયે અનેક ડિલર્સની ઉંઘ હરામ કરી નાખી છે. દેશમાં ફોર્ડના 170 ડીલર્સ અને 391 જેટલા આઉટલેટ્સ છે. ફોર્ડના નિર્ણયથી ડીલર્સે કરેલા 2,000 કરોડના રોકાણ પર પાણી ફરી વળશે અને ડીલરશીપ દ્વારા આજીવિકા રળતા 40 હજાર લોકોને અસર થશે.મંદી અને મોંઘવારીના સમયે મોટાપાયે કર્મચારીઓ બેકાર થશે, આ સાથે કર્મચારીઓ સાથે જોડાયેલા પરિજનો પણ પ્રભાવિત થશે.

ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી ફોર્ડ મોટર્સે આ નિર્ણય લીધો છે. કંપનીની અપેક્ષા મુજબ કારનું વેચાણ નહોતું થતુંછેલ્લા 10 વર્ષમાં કંપનીએ 2 અબજ ડોલરની ખોટ કરી છે. વર્ષ 2018-19માં ભારતમાં કુલ 92,937 ગાડીનું વેચાણ થયું, તો વર્ષ 2020-21માં 41,875 કારનું વેચાણ થયું હતું.ભારતીય કાર માર્કેટમાં ફોર્ડ ઇન્ડીયાનો 2 ટકાથી ઓછો હિસ્સો છે.બજારમાં માગ ન વધતા મોટરદીઠ પડતર કિંમત ઉંચી જતી હતી, જેને કારણે ભારતીય બજારમાં કંપની માટે સ્પર્ધા કરવી મુશ્કેલી બની હતી.મોંઘી કાર હોવાથી ગ્રાહકો પણ કાર ખરીદવામાં ખચકાતા હતા, જેને કારણે ફોર્ડ ઇન્ડિયાને 200 કરોડ ડૉલરની ખોટ થઇ છે.

Next Video