MONEY9: કોઈ કંપનીના લેજર એકાઉન્ટમાં Cash Ratio શું દર્શાવે છે ?

|

Jun 15, 2022 | 5:14 PM

કોઈ કંપની આર્થિક રીતે કેટલી તંદુરસ્ત છે તે જાણવા માટે રોકાણકારો ઘણી વાર તેના કેશ રેશિયો પર નજર રાખતા હોય છે. કેશ રેશિયો કોને કહેવાય, તેને કેવી રીતે શોધવો અને તેનું કેટલું મહત્ત્વ છે, તે જાણવા માટે જુઓ આ વીડિયો...

MONEY9: આજે અમે તમને સમજાવશું કે, કોઈ કંપનીના લેજર એકાઉન્ટ (LEDGER ACCOUNT)માં કેશ રેશિયો (CASH RATIO) એટલે શું? અને તેનું કેટલું છે મહત્વ? કોઈ કંપની આર્થિક રીતે કેટલી મજબૂત છે, તે જાણવા માટે રોકાણકારો, ઘણી વાર તેના કેશ રેશિયોને પણ ગણતરીમાં લેતા હોય છે. 

કંપનીઓની બેલેન્સ શીટમાં કેશ & કેશ ઈક્વિવેલન્ટ (CCE) સૌથી લિક્વિડ કરન્ટ એસેટ હોય છે. જરૂર પડે ત્યારે જે એસેટનો સરળતાથી ઉપયોગ થઈ શકે, તેને લિક્વિડ એસેટ કહે છે. એટલે કે, ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં વેચી શકાય તેવા કોમર્શિયલ પેપર, ટ્રેઝરી બિલ અને શૉર્ટ-ટર્મ ગવર્મેન્ટ બૉન્ડ વગેરેને, તમે કેશ ઈક્વિવેલન્ટ કહી શકો. 

ઋણ આપનાર મહત્તમ બેન્કો કે અન્ય સંસ્થાઓ કોઈ પણ કંપનીના કેશ રેશિયો પર ચાંપતી નજર રાખે છે. આ રેશિયો દ્વારા એટલી ખબર પડી જાય છે કે, કંપનીના માથે કેટલું દેવું છે અને ભવિષ્યમાં દેવું ચૂકવી શકાય તે માટે કંપની કેટલી સક્ષમ છે. 

કેશ રેશિયો શોધવાની ફૉર્મ્યુલા

કેશ રેશિયો શોધવા માટે કેશ & કેશ ઈક્વિવેલન્ટનો કુલ કરન્ટ લાયેબિલિટીઝ દ્વારા ભાગાકાર કરવામાં આવે છે. કેશ રેશિયો એકથી વધારે અથવા ઓછો હોઈ શકે છે. જો રેશિયો એકથી વધારે હોય તો માની લેવું કે, કંપની દેવું ચુકવવા માટે સક્ષમ છે. જો એક કરતાં ઓછો રેશિયો હોય, તો સમજી લેવું કે, કંપનીની આર્થિક હાલત કથળેલી છે. 

આમ તો, ઘણી કંપનીઓ ઓછો કેશ રિઝર્વ રેશિયો રાખવાની પૉલિસી અપનાવતી હોય છે, કારણ કે, આવી કંપનીઓ ફંડનો ઉપયોગ ઘણી વાર વૃદ્ધિ માટે કરતી હોય છે. પરંતુ એનાલિસ્ટ્સ દ્વારા કોઈ કંપનીના ફંડામેન્ટલ એનાલિસિસમાં કેશ રેશિયોનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ તેની પોતાની કેટલીક મર્યાદા છે. 

જો કોઈ કંપની પોતાની બેલેન્સ શીટમાં કેશ સ્વરૂપે જંગી રકમ રાખે, તો માનવામાં આવે છે કે, કંપનીએ એસેટનો યોગ્ય ઉપયોગ કર્યો નથી. પોતાની પાસે પૈસા રાખવા કરતાં કંપની આ રકમ શેરધારકોમાં વહેંચી શકી હોત અથવા અન્ય ક્યાંક રોકાણ કરીને તેમાંથી વધુ રિટર્ન કમાઈ શકી હોત. તેને એવી રીતે પણ જોવામાં આવે છે કે, કોઈ બિઝનેસમાં ચોક્કસ સમયગાળની અંદર રોકડની હાલતમાં કેટલો સુધારો થઈ રહ્યો છે.

Next Video