MONEY9: શેરનો ભાવ વધશે કે ઘટશે ? કેવી રીતે પડે ખબર ?

|

May 20, 2022 | 12:45 PM

કોઈ કાઉન્ટરમાં થતી બલ્ક ડીલ્સના ડેટાથી એટલો તાગ મળી શકે છે કે, શેરમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે કે, ઘટી રહ્યો છે. પહેલેથી જ શેરની મૂવમેન્ટ ખબર પડી જાય તે માટે કામમાં આવી શકે છે બલ્ક ડીલ્સનો ડેટા.

MONEY9: કોઈ કાઉન્ટરમાં થતી બલ્ક ડીલ્સ (BULK DEAL) ના ડેટાથી એટલો તાગ મળી શકે છે કે, શેરમાં રોકાણકારો (INVESTORS)નો રસ વધી રહ્યો છે કે, ઘટી રહ્યો છે. પહેલેથી જ શેરની મૂવમેન્ટ ખબર પડી જાય તે માટે કામમાં આવી શકે છે બલ્ક ડીલ્સનો ડેટા. 

આપણે ઉદાહરણથી સમજીએ તો, ગાંધીધામમાં રહેતા હેમંત શેરબજારના પીઢ રોકાણકાર છે, પરંતુ હજુયે તેમને એ નથી સમજાતું કે, શેર કઈ દિશામાં આગેકૂચ કરશે? હેમંત ઈચ્છે છે કે, શેર ભવિષ્યમાં ઊંચકાશે કે પટકાશે તેનો પહેલેથી અંદાજ આપે તેવી કોઈ તરકીબ જડી જાય, તો મજા પડી જાય. આવી કોઈ તરકીબ તો નથી, પરંતુ શેરબજારમાં થતી બલ્ક ડીલનો ડેટા હેમંત જેવા શેરધારકોને ચોકક્સપણે મદદરૂપ થઈ શકે છે. શેરબજારોમાં અવારનવાર ઘણા કાઉન્ટરમાં બ્લૉક ડીલ અને બલ્ક ડીલ થતી રહે છે, અને આવી ડીલ્સનો ડેટા એક્સ્ચેન્જ પાસેથી મળી શકે છે. 

શું છે બ્લોક ડીલ

બ્લૉક-ડીલ વન-ટાઈમ થતી ડીલ છે, એટલે કે તે ઉચ્ચક સોદો છે. આ ડીલ પારદર્શક રીતે થાય છે. તેના માટે ટ્રેડિંગ પહેલાં 35 મિનિટની એક વિન્ડો ખુલે છે, અને તે દરમિયાન આ ડીલ થાય છે. એટલે, તેનો ડેટા પણ ત્વરિત મળી જાય છે.

શું છે બલ્ક ડીલ

બલ્ક ડીલ મલ્ટિપલ ટાઈમ એટલે કે, ઘણા હિસ્સામાં થાય છે. આથી, શેરધારકે બલ્ક ડીલની જાણકારી રાખવી અત્યંત મહત્વની છે. 

હેમંત એ સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે, કે બલ્ક ડીલથી આખરે શેર પર કેવી અસર પડે અને આવી ડીલથી કેવો અંદાજ લગાવવો જોઈએ? કોઈ શેરમાં બલ્ક ડીલ થાય, તો તેનો મતલબ કે, રોકાણકારો આ શેર તરફ આકર્ષાઈ રહ્યાં છે. જો હેમંત NSE અને BSE પર ઉપલબ્ધ આવી ડીલ્સનો ડેટા જોશે, તો અંદાજો આવી જશે કે, કયા સંસ્થાકીય રોકાણકારો કયા સ્ટૉક્સમાં પૈસા લગાવી રહ્યાં છે. તેનાથી એવો પણ અંદાજ આવી જશે કે, સોદાથી કોઈ શેર પર પોઝિટિવ અસર પડી રહી છે કે, નેગેટિવ. 

બલ્ક ડીલના ટ્રેન્ડનો સચોટ તાગ મેળવવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને તેના માટે તમારે ઈન્ટ્રા-ડે ડેટા તથા શૉર્ટ-ટર્મ ટ્રેડ ડેટાને અલગ-અલગ રાખવો પડશે. 

શૉર્ટ-ટર્મ ટ્રેડિંગનો ડેટા તમને કોઈ પણ બાબતનો સંકેત નહીં આપે. એટલે, તમારે અન્ય ડેટા દ્વારા ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ એટલે કે FII, મ્યુચ્યુઅલ ફંડ્સ, HNI અને પ્રમોટર્સના ટ્રેડિંગની જાણકારી મેળવવી પડશે. 

મ્યુચ્યુઅલ ફંડ્સના બલ્ક ડીલના ડેટાને સમજવા માટે, તમારે એ જાણવું પડશે કે, ક્યાંક આર્બિટ્રાજ ફંડ્સ દ્વારા તો આ બલ્ક ડીલ થઈ નથી ને? 

આર્બિટ્રાજ ફંડ્સ, આમ તો, કેશ અને ડેરિવેટિવ્સ માર્કેટના ભાવ વચ્ચેના ગેપનો ફાયદો ઉઠાવવામાં વ્યસ્ત હોય છે. એટલે તેઓ જે કાઉન્ટરમાં વ્યસ્ત હશે તેના ફ્યુચર માર્કેટમાં કાં તો ભારે વેચવાલી થશે અથવા તો જંગી ખરીદી થશે. એટલે, આર્બિટ્રાજ ફંડ્સ સક્રિય હશે તો તમે શેરની સચોટ દિશા નક્કી કરવામાં થાપ ખાઈ જશો. આવી સ્થિતિમાં તમારે શેરની પાક્કી મૂવમેન્ટ નક્કી કરવા માટે આર્બિટ્રાજ ફંડની ડીલના ડેટાને તે દિવસની સંપૂર્ણ બલ્ક ડીલમાંથી માઈનસ કરવો પડશે. આમ, આ તમામ પરિબળોને ભેગા કરીને સમજશો, ત્યારે જ બલ્ક ડીલનો ડેટા કામનો સાબિત થશે અને શેરની પસંદગી કરવામાં મદદ મળશે.

મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સના એડવાઈઝરી વિભાગના વાઈસ પ્રેસિડન્ટ અખિલ રાઠીનું કહેવું છે કે, “એ જરૂરી નથી કે, બલ્ક ડીલ તમને હંમેશા એવો સંકેત આપે કે, કોઈ શેર ઉપર જશે કે નીચે. પરંતુ કોઈ શેરમાં વારંવાર બલ્ક ડીલ થાય તો, તમને એટલી તો ખબર પડી જશે કે, તેમાં ખરીદીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, વેચવાલીનો.”

મની નાઈનની સલાહ

કોઈ શેરમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે કે, નહીં તેનો અંદાજ બલ્ક ડીલથી મળી જાય છે. આવી ડીલ્સના ડેટાથી આપણે એટલો તાગ મેળવી શકીએ છીએ કે, શેરમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે કે, ઘટી રહ્યો છે. પરંતુ આટલો ડેટા પૂરતો નથી, તમારે શેર ખરીદતા પહેલાં તે કંપનીનો ગ્રોથ, નફો કમાવવાની ક્ષમતા, ઉપલબ્ધ રોકડ વગેરે બાબતો અને કંપનીના પર્ફોર્મન્સને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યારપછી જ કોઈ શેર ખરીદવાનો નિર્ણય લેવો જોઈએ.

Next Video