MEIL: તેલના કુવાની ડ્રિંલીંગમાં પણ આત્મનિર્ભર બન્યુ ભારત, દેશમાં જ બની વિશ્વની શ્રેષ્ઠ રિગ

|

Mar 09, 2022 | 9:52 PM

મેઘા ઈન્જીનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડે (MEIL) દેશની સૌથી મોટી તેલ અને ગેસ ઉત્પાદક કંપની ONGC માટે આ રિગ બનાવી છે. તે ઓએનજીસી રાજમુન્દ્રી એસેટ માટે બનાવવામાં આવ્યું છે.

MEIL: તેલના કુવાની ડ્રિંલીંગમાં પણ આત્મનિર્ભર બન્યુ ભારત, દેશમાં જ બની વિશ્વની શ્રેષ્ઠ રિગ

Follow us on

મેઘા ​​એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL), જેને સરકારી માલિકીની ONGC તરફથી 47 ઓઈલ અને ગેસ રિગના (Oil and Gas Rigs) સપ્લાય માટે ઓર્ડર મળ્યો છે, તે આ વર્ષના મેના અંત સુધીમાં 15 રિગ્સ કમિશન કરવાની અપેક્ષા રાખે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપની MEILના ટેક્નિકલ હેડ (રિગ પ્રોજેક્ટ) કે સત્યનારાયણે મંગળવારે જણાવ્યું હતું કે આ 15 રિગ્સમાંથી મોટાભાગની તેમના સંબંધિત સ્થાનો પર પહોંચાડવામાં આવી છે અને તેના અમલીકરણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

તેમણે જણાવ્યુ હતું કે અમને ONGC તરફથી 47 રિગ્સ માટે ઓર્ડર મળ્યા હતા, જેમાંથી 20 વર્કઓવર રિગ્સ અને 27 લેન્ડ ડ્રિલિંગ રિગ્સ છે. અમે આ વર્ષના મેના અંત સુધીમાં પ્રથમ તબક્કામાં 15 રિગ્સ શરૂ કરવાની સ્થિતિમાં હોઈશું. તેમાંથી 10 ડ્રિલિંગ રિગ્સ છે, જ્યારે પાંચ વર્કઓવર રિગ્સ હશે. તેમણે કહ્યું કે 20 વર્કઓવર રિગની ક્ષમતા 50-150 ટન છે, જ્યારે લેન્ડ ડ્રિલિંગ રિગની ક્ષમતા 1500-2000 HP છે. આ રીગ વિશ્વની તેના પ્રકારની પ્રથમ ઓટોમેટિક હાઈડ્રોલિક સિસ્ટમ પર કામ કરે છે.

અત્યાર સુધીમાં MEILએ 10 ડ્રિલિંગ રિગ્સ સપ્લાય કરી છે, જેમાંથી ત્રણ રિગ્સ પહેલેથી જ કાર્યરત છે, જ્યારે સાત રિગ્સ ઈન્સ્ટોલેશન અને કમિશનિંગ સ્ટેજમાં છે. આ ઓએનજીસીના વિવિધ ઓઈલ ફિલ્ડ્સમાં પણ આગામી ચાર-પાંચ સપ્તાહમાં કામ કરવાનું શરૂ કરશે.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

સત્યનારાયણે કહ્યું કે 47માંથી 6 રિગનું બીજું કન્સાઈનમેન્ટ પણ સમયસર ONGCને મોકલવામાં આવશે. આસામમાં MEIL શિવસાગર, આંધ્રપ્રદેશમાં રાજમુન્દ્રી, ગુજરાતના અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા અને કાંબે, ત્રિપુરામાં અગરતલા અને તમિલનાડુમાં કરાઈકલમાં ONGCની સંપત્તિને આ રીગ્સ સપ્લાય કરશે. MEIL ONGC માટે વિશ્વની સૌથી વધુ ક્ષમતા ધરાવતી રિગ્સનું ઉત્પાદન કરે છે, જે તેલ અને ગેસના સંશોધનમાં રોકાયેલ છે. સમગ્ર રિગ ભારતમાં સ્વદેશી ટેક્નોલોજી સાથે MEIL દ્વારા ઉત્પાદિત કરવામાં આવી છે, જે અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યૂટ (API)ના ધોરણોને અનુરૂપ છે.

 આ છે રીગની વિશેષતા

  1. MEILએ હમણાં જ બનાવેલ રિગ આંધ્ર પ્રદેશમાં ONGCની રાજમુન્દ્રી એસેટ માટે છે. કંપનીનું કહેવું છે કે આ 2,000-એચપી રિગ છે, જે 3,000-એચપીની પરંપરાગત રિગની સમકક્ષ પરફોર્મન્સ આપી શકે છે.
  2. રીગ જમીનમાં 6,000 મીટર (6 કિમી)ની ઊંડાઈ સુધી ડ્રિલ કરી શકે છે.
  3. સલામતી અને જાળવણીને કારણે ડાઉન ટાઈમ ઘટાડવા માટે આ રિગ સંપૂર્ણ ઓટોમેશન સાથે બનાવવામાં આવી છે. આ રિગ્સ ONGC ડ્રિલિંગ ફ્લીટમાં સમાવિષ્ટ થનારી તેના પ્રકારની પ્રથમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રિગ્સ આગામી દિવસોમાં કૂવાના ડ્રિલિંગ ટેક્નોલોજીમાં ગેમ ચેન્જર સાબિત થશે.
  4. રિગ કોમ્પ્યુટરાઈઝ્ડ ઓટોમેટિક ડ્રિલરની કેબિનથી સજ્જ છે. જે રીગના જાળવણી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
  5. ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન હેઠળ રીગ ડ્રીલ કરે છે.
  6. તે એક પોર્ટેબલ રીગ છે જેને સરળતાથી અલગ કરી શકાય છે અને ફરીથી એસેમ્બલ કરી શકાય છે.

આ પણ વાંચો :  Cabinet Decision: કેબિનેટે ગુજરાતના જામનગરમાં WHO GCTMની સ્થાપનાને આપી મંજૂરી, મળશે આ લાભ 

Next Article