Stock Market Closing: ભારતીય શેરબજાર સતત 8માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું, અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી તેજી

|

Feb 28, 2023 | 5:00 PM

Share Market Update : લાંબા સમય બાદ અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી રહી છે, ત્યારબાદ પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે.

Stock Market Closing: ભારતીય શેરબજાર સતત 8માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું, અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી તેજી
Stock Market Closing (Symbolic Image )

Follow us on

Stock Market Closing : અદાણી ગ્રૂપના શેરમાં શાનદાર તેજી છતાં ભારતીય શેરબજાર સતત આઠમા ટ્રેડિંગ સેશનમાં બંધ રહ્યું હતું. આઈટી, એનર્જી અને ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે આ ઘટાડો થયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 326 પોઈન્ટના ઘટાડા સાથે 59,000ની નીચે 58,962 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 89 પોઈન્ટના ઘટાડા સાથે 17,303 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેક્ટર અપડેટ

આજે આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી બેન્કિંગ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા જેવા સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ જોરદાર બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 33 શેર નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 20 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ 3.03 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.79 ટકા, પાવર ગ્રીડ 1.32 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.87 ટકા, HDFC 0.67 ટકા, ટાટા મોટર્સ 0.65 ટકા, HDFC બેન્ક 0.61 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

આદાણી ગ્રુપના શેરની વાત કરીએ તો

Adani Enterprises Ltd- ₹ 1,371.35 INR- +177.85 today

Adani Ports and Special Economic Zone Ld – ₹146.30 INR- +6.95 today

Adani Power Ltd- ₹ 146.30  – +6.95 (4.99%) Today

Adani-Wilmar share price- ₹  361.65 INR- +17.20 today

Adani Total Gas share price- ₹  678.55 INR-  –35.70 today

Adani Total Gas – ₹ 678.55 – –35.70 today

Adani Transmission- ₹ 642.90 INR-  −33.80 today

રોકાણકારોને નુકસાન

આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને પણ નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 257.80 લાખ કરોડ થઈ ગયું છે, જે સોમવારે રૂ. 258 લાખ કરોડ હતું. એટલે કે, આજના ટ્રેડિંગ સેશનમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે. ઘટતા શેરો પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 2.03 ટકા, રિલાયન્સ 1.99 ટકા, બજાજ ફિનસર્વ 1.77 ટકા, ઇન્ફોસિસ 1.46 ટકા, ITC. 1.40 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 4:59 pm, Tue, 28 February 23

Next Article