લોકસભા ચૂંટણી પહેલા સસ્તો થયો CNG, આ શહેરમાં પ્રતિ કિલો 2.5 રૂપિયાનો થયો ઘટાડો

આ ગેસ કંપનીએ મંગળવારે મોડી સાંજે એક નિવેદન જાહેર કરીને CNGના ભાવમાં ઘટાડા અંગે માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું કે ગેસની પ્રોડક્શન કોસ્ટ ઘટી છે, જેના કારણે CNGની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 5 માર્ચની મધરાતથી અમલમાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા સસ્તો થયો CNG, આ શહેરમાં પ્રતિ કિલો 2.5 રૂપિયાનો થયો ઘટાડો
CNG Price
| Updated on: Mar 05, 2024 | 11:48 PM

ચૂંટણી પંચ આ મહિનામાં ગમે ત્યારે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે, સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.5 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. મોંઘવારીના જમાનામાં સીએનજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી લોકોને મોટી રાહત મળવાની આશા છે.

સરકારી કંપની મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.5નો ઘટાડો કર્યો છે. આ પછી CNGની કિંમત ઘટીને 73.50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. MGL મુખ્યત્વે દેશની આર્થિક રાજધાનીમાં CNG સપ્લાય અને વેચાણ કરે છે.

આ કારણે સીએનજીના ભાવમાં ઘટાડો થયો

MGLએ મંગળવારે મોડી સાંજે એક નિવેદન જારી કરીને CNGના ભાવમાં ઘટાડા અંગે માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું કે ગેસની પ્રોડક્શન કોસ્ટ ઘટી છે, જેના કારણે CNGની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 5 માર્ચની મધરાતથી અમલમાં આવશે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડાને કારણે આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં સીએનજીના ભાવમાં ઘટાડો થવાની આશા વધી છે. દરમિયાન ચૂંટણીની પણ જાહેરાત થવાની છે.

દિલ્હીમાં NCR સીએનજીના ભાવ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં CNGના ભાવમાં ઘટાડો થવાના સમાચાર છે. પરંતુ હાલમાં દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં (NCR) CNGની કિંમતો સ્થિર છે. શક્યતા છે કે દિલ્હીમાં પણ ગેસના ભાવ ઘટી શકે છે.

હાલમાં દિલ્હીમાં CNGની કિંમત 76.59 રૂપિયા પ્રતિ કિલો છે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં આ કિંમત 81.20 રૂપિયા પ્રતિ કિલો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) આ તમામ વિસ્તારોમાં CNG અને PNG સપ્લાય કરે છે.

Published On - 11:43 pm, Tue, 5 March 24