ફરી સામાન્ય માણસની પીઠ પર ભાર વધ્યો, LPGમાં 22 દિવસમાં 100 રૂપિયાનો વધારો

|

Feb 25, 2021 | 11:42 AM

સામાન્ય માણસના પીઠનો ભાર વધતો જઈ રહ્યો છે. આ મહિનામાં 22 દિવસમાં ત્રણ વાર LPG ગેસના ભાવ વધી ગયા છે. આ મહિનામાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે.

ફરી સામાન્ય માણસની પીઠ પર ભાર વધ્યો, LPGમાં 22 દિવસમાં 100 રૂપિયાનો વધારો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સરકારી તેલ કંપનીઓએ સામાન્ય માણસના પીઠ પર વધુ ભાર લાદ્યો છે. ઓઇલ કંપનીઓએ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો કર્યો છે. જે બાદ સબસિડી વિનાના 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. વધેલા ભાવો 25 ફેબ્રુઆરી 2021 થી અમલમાં આવશે. જણાવી દઈએ કે આ મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. બિન સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો.

ફેબ્રુઆરીમાં ત્રીજી વખત વધ્યો ભાવ

ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ મહિનામાં સરકારે 4 ફેબ્રુઆરીએ એલપીજીના ભાવમાં 25 રૂપિયા વધારો કર્યો હતો. બાદમાં 15 ફેબ્રુઆરીએ ફરી ભાવનો તમાચો કોમન માણસના ગાલ પર પડ્યો અને કિંમતમાં 50 રૂપિયા વધારો થયો. અને હવે આ ત્રીજી વખત છે જ્યારે સામાન્ય માણસે ભાવવધારાનો સામનો કરવો પડશે, 25 ફેબ્રુઆરીએ ફરી 25 રૂપિયા નો વધારો થયો છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

ત્રણ મહિનામાં 200 રૂપિયા વધ્યા

1 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થઈ થઇ ગયો હતો. બાદમાં 1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધારવામાં આવ્યા, ત્યારબાદ 644 રૂપિયાવાળા સિલિન્ડરના ભાવ વધારીને 694 રૂપિયા કરવામાં આવ્યા હતા. 4 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા વધારા બાદ તેની કિંમત 644 રૂપિયાથી વધીને 719 રૂપિયા થઈ ગઈ હતી. 15 ફેબ્રુઆરીએ, ભાવ 719 રૂપિયાથી વધીને 769 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ ભાવ 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઇ ગયો છે.

કમર્શિયલ ગેસનો ભાવ

તમને જણાવી દઇએ કે દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર થાય છે. આ વખતે 1 ફેબ્રુઆરીએ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં માત્ર 190 રૂપિયા વધારો થયો હતો. બાદમાં 19 કિલો સિલિન્ડરની કિંમત રાજધાની ખાતે 1533.00 રૂપિયા, કોલકાતામાં 1598.50 રૂપિયા, મુંબઇમાં 1482.50 રૂપિયા, ચેન્નઇમાં 1649.00 રૂપિયા થઈ ગઈ હતી.

તમારા શહેરના રાંધણ ગેસના તમારા વિક્રેતાની કિંમત જાણવા માટે ઇન્ડિયન ઓઈલની વેબ્સાઈટની મુલાકાત લો. ક્લિક કરો આ વેબ્સાઈટ પર – https://iocl.com/Products/IndaneGas.aspx

Next Article