Adani Group ના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, જાણો ક્યા સમાચારે Gautam Adani ને આપ્યો ઝટકો

|

Jun 14, 2021 | 11:17 AM

એશિયાના બીજા સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી જૂથ (Adani Group) માટે ચિંતા ઉભી થઇ છે. કંપનીના સ્ટોક્સે આજે લોઅર સર્કિટ નોંધાવી છે.

Adani Group ના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, જાણો ક્યા સમાચારે Gautam Adani ને  આપ્યો ઝટકો
Gautam Adani

Follow us on

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે(National Securities Depository Ltd) ત્રણ વિદેશી ફંડ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund ના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. આ સમાચાર ભારત અને એશિયાના બીજા સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી જૂથ (Adani Group) માટે ચિંતાનો વિષય બની શકે છે.

આ વિદેશી ફંડના અદાણી જૂથની 4 કંપનીઓમાં રૂ 43,500 કરોડથી વધુના શેર છે. એનએસડીએલ વેબસાઇટ અનુસાર આ એકાઉન્ટ્સ 31 મેથી અથવા તે પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પછી ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણીની 6 માંથી 5 કંપનીઓએ લોઅર સર્કિટ શરૂ નોંધાઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ત્રણેય ફંડ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund ની અદાણી એંટરપ્રાઇઝ(Adani Enterprises) માં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશન(Adani Transmission)માં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસ(Adani Total Gas)માં 5.92 ટકા અને અદાણી ગ્રીન(Adani Green)માં 3.58 ટકા હિસ્સો છે.

 

એજ નજર અદાણી ગ્રુપના શેરની આજની સ્થિતિ  ઉપર 

Company Name  Open Price Lowest Price
Adani Enterprises 1,441.45 1,201.20
Adani Transmission 1,522.50 1,522.50
Adani Power 140.9 140.9
Adani Ports and SEZ 755.8 681
Adani Green Energy Ltd 1156.85 1,156.85
Adani Gas 1,544.90 1,544.90

 

કસ્ટોડિયન બેંકો અને વિદેશી રોકાણકારોનું સંચાલન કરતી કાયદાકીય સંસ્થાઓ અનુસાર આ વિદેશી ભંડોળમાં beneficial ownership વિશે સંપૂર્ણ માહિતીના અભાવને કારણે તેમના ખાતા ફ્રીઝ થઈ ગયા છે. પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ beneficial ownership વિશે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે.

એકાઉન્ટ ફ્રીઝ થવાથી શું અસર પડે છે?
એક અધિકારીએ અનુસાર સામાન્ય રીતે કસ્ટોડિયન તેમના ગ્રાહકોને આવી કાર્યવાહી વિશે ચેતવણી આપે છે પરંતુ જો ફંડ જવાબ ન આપે અથવા આદેશનું પાલન ન કરે તો એકાઉન્ટ્સ ફ્રીઝ થઈ શકે છે. ખાતું ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે ફંડ હાલની સિક્યોરિટીઝ વેચી શકશે નહીં અથવા નવી ખરીદી શકશે નહીં.

આ સંદર્ભે NSDL, SEBI અને ADANI GROUP એ કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યા નથી. આ ત્રણ ફંડ સેબી સાથે વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો તરીકે નોંધાયેલા છે અને મોરેશિયસથી સંચાલન કરે છે. ત્રણેય પોર્ટ લૂઇસમાં એક જ સરનામાં પર નોંધાયેલા છે અને તેમની કોઈ વેબસાઇટ નથી.

નવા નિયમોને ન ગણકારતા કાર્યવાહી કરાઈ
2019 માં કેપિટલ બજારોના નિયમનકારે પીએમએલએ મુજબ એફપીઆઇ માટે કેવાયસી દસ્તાવેજો બનાવ્યા હતા. 2020 સુધીના નવા નિયમોનું પાલન કરવા માટે ફંડને સમય આપવામાં આવ્યો હતો. સેબીએ કહ્યું કે નવા નિયમોનું પાલન ન કરતા ફંડના ખાતા ફ્રીઝ કરવામાં આવશે. નવા નિયમો અનુસાર એફપીઆઈને કેટલીક વધારાની માહિતી પૂરી પાડવાની હતી. આમાં સામાન્ય માલિકીની જાહેરાત અને ફંડ મેનેજરો જેવા મુખ્ય કર્મચારીઓની વ્યક્તિગત વિગતોનો સમાવેશ થાય છે.

Next Article