Lockdown Effect : દેશમાં 10 હજારથી વધુ કંપનીઓ થઇ બંધ, જાણો તમારા રાજ્યના શું છે હાલ ?

|

Mar 11, 2021 | 3:31 PM

કોરોના (Corona) મહામારી અને લોકડાઉનને (Lockdown) કારણે દેશની આર્થિક વ્યવસ્થા (Economic effect) પર મોટી અસર પડી છે.

Lockdown Effect : દેશમાં 10 હજારથી વધુ કંપનીઓ થઇ બંધ, જાણો તમારા રાજ્યના શું છે હાલ ?

Follow us on

કોરોના (Corona) મહામારી અને લોકડાઉનને (Lockdown) કારણે દેશની આર્થિક વ્યવસ્થા (Economic effect) પર મોટી અસર પડી છે. નાના ઉદ્યોગોથી લઇને મોટી કંપનીઓ દરેકને આર્થિક નુક્શાન વેઠવુ પડ્યુ છે. લોકડાઉનને કારણે કોઇની જોબ છૂટી ગઇ છે તો કોઇના વેપાર-ધંધા ઠપ્પ થઇ ગયા છે. કેન્દ્ર સરકાર તરફથી મળતી જાણકારી અનુસાર કોરોના સંક્રમણને કારણે લોકડાઉન લાગુ કરવાથી ઔદ્યોગિક સેક્ટરને મોટા પ્રમાણમાં નુક્શાન થયુ છે. કેટલીક નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગો બરબાદ થઇ ગયા છે. એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીમાં 10,113 કંપનીઓ બંધ થઇ ગઇ છે, જેના કારણે હજારો લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે. 10,113 કંપનીઓએ સ્વૈચ્છાએ કારભાર બંધ કરવાનો નિર્ણય લીધો છે આ અંગેની માહિતી રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી છે.

દિલ્લીમાં પાછલા 11 મહિનામાં 2394 કંપનીઓ, ઉત્તરપ્રદેશમાં 1936, તમિલનાડુમાં 1322 કંપનીઓ, મહારાષ્ટ્રમાં 1279, કર્ણાટકમાં 836, ચંડીગઢમાં 501, રાજસ્થાનમાં 497, તેલંગાણામાં 404, કેરળમાં 307, ઝારખંડમાં 137, મધ્યપ્રદેશમાં 111 અને બિહારમાં 104 કંપનીઓ હંમેશા માટે બંધ થઇ ગઇ છે.

Next Article