LIC Saral Pension scheme : આ યોજના સિંગલ પ્રીમિયમ ઉપર આપશે લાઈફટાઈમ PENSION ના લાભ , જાણો યોજના વિશે વિગતવાર

|

Jul 02, 2021 | 9:10 AM

LIC એ Saral Pension યોજના હેઠળ બે પ્રકારના પેન્શનનો વિકલ્પ રાખ્યો છે. પ્રથમ વિકલ્પ હેઠળ પોલિસીધારકને આજીવન પેન્શન મળવાનું ચાલુ રહેશે અને મૃત્યુના કિસ્સામાં વીમા રકમની 100% નોમિનીને આપવામાં આવશે.

LIC Saral Pension scheme : આ યોજના સિંગલ પ્રીમિયમ ઉપર આપશે લાઈફટાઈમ PENSION ના લાભ , જાણો યોજના વિશે  વિગતવાર
Life Insurance Corporation of India -LIC

Follow us on

દેશની સૌથી મોટી વીમા કંપની Life Insurance Corporation of India -LIC એ 1 જુલાઇએ LIC Saral Pension scheme શરૂ કરી છે. આ યોજનાનો ટેબલ નંબર 862 છે. તે એક સિંગલ પ્રીમિયમ યોજના છે અને તમને પેન્શન આપશે. આ ઉપરાંત આ યોજના જીવનસાથી સાથે પણ લઈ શકાય છે. તે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.

LIC એ Saral Pension યોજના હેઠળ બે પ્રકારના પેન્શનનો વિકલ્પ રાખ્યો છે. પ્રથમ વિકલ્પ હેઠળ પોલિસીધારકને આજીવન પેન્શન મળવાનું ચાલુ રહેશે અને મૃત્યુના કિસ્સામાં વીમા રકમની 100% નોમિનીને આપવામાં આવશે. બીજા વિકલ્પ હેઠળ પોલિસીધારકને આજીવન પેન્શન મળશે. તેના મૃત્યુ પછી જીવનસાથી એટલે કે પતિ-પત્નીને જીવનભર પેન્શન મળશે. વ્યક્તિના મૃત્યુ પછી 100% વીમા રકમ નોમિનીને આપવામાં આવશે.

લઘુત્તમ વય મર્યાદા
Saral Pension scheme હેઠળ પેન્શન માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે મળશે. જેની પસંદગી પહેલા કરવાની રહેશે. આ યોજના માટે લઘુત્તમ વય 40 વર્ષ છે અને મહત્તમ વય 80 વર્ષ છે. આ યોજના હેઠળ લઘુત્તમ માસિક પેન્શન રૂ 1000 ત્રિમાસિક ધોરણે 3000 રૂપિયા, અર્ધવાર્ષિક ધોરણે 6000 રૂપિયા અને વાર્ષિક ધોરણે 12 હજાર રૂપિયા છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ વિકલ્પ પર ધ્યાન આપો
પ્રીમિયમ કિંમત અથવા લઘુત્તમ ખરીદી કિંમત વિશે વાત કરીએ તો પોલિસીધારકે કયા વિકલ્પને પસંદ કર્યો છે અને તેણે જે એન્યુનીટી પસંદ કરી છે તેના પર નિર્ભર છે. લોનની વાત કરીએ તો તે પોલિસી લીધાના છ મહિના પછી મેળવી શકાય છે.

જાણો કેટલું મળશે Pension
LICની વેબસાઇટ પર ઉપલબ્ધ કેલક્યુલેટર અનુસાર જો પોલિસીધારક 41 વર્ષનો હોય અને જીવન સરલ હેઠળ 100% એન્યુનીટી વિકલ્પ પસંદ કરે અને 3 લાખ રૂપિયા જમા કરે, તો દર વર્ષે 14760 રૂપિયા જીવનભર પેન્શન તરીકે પ્રાપ્ત થશે. અર્ધવાર્ષિક પેન્શન રૂપિયા 7275, ત્રિમાસિક પેન્શન રૂ. 3608 અને માસિક પેન્શન 1195 રૂપિયા હશે. આ કેલ્ક્યુલેટર મુજબ ઓછામાં ઓછી 2 લાખ 40 હજાર રૂપિયા સરલ પેન્શન યોજનામાં જમા કરવાની રહેશે. જો 41 વર્ષનો પોલિસીધારક 2.5 લાખ રૂપિયા જમા કરે છે. તો તેની વાર્ષિક પેન્શન 12300 રૂપિયા થશે.

Published On - 9:09 am, Fri, 2 July 21

Next Article