ઘરે બેઠાં રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું , જાણો પ્રક્રિયા

|

Apr 10, 2021 | 4:57 PM

સરકારની કામ સહિત તમારી ઓળખ માટે રેશનકાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.આનાથી ન માત્ર પોષણક્ષમ ભાવે અનાજ મળે છે પરંતુ તેના અન્ય પણ ઘણા ફાયદા છે.

ઘરે બેઠાં  રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું , જાણો પ્રક્રિયા
રાશન કાર્ડમાં સુધારા હવે ઘરેબેઠાં થઇ શકે છે.

Follow us on

સરકારની કામ સહિત તમારી ઓળખ માટે રેશનકાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.આનાથી ન માત્ર પોષણક્ષમ ભાવે અનાજ મળે છે પરંતુ તેના અન્ય પણ ઘણા ફાયદા છે જેથી પરિવારના તમામ સભ્યોની વિગતો તેમાં નોંધાવી આવશ્યક છે. જો કોઈ નવું સભ્ય તમારા પરિવારમાં જોડાય જેમ કે, પરિવારમાં કોઈ બાળક અથવા નવી પુત્રવધૂ તો પછી તમે તેમનું નામ રેશનકાર્ડમાં ઉમેરી શકો છો.આ માટે, કેટલીક સરળ પ્રક્રિયાઓ અનુસરવી પડશે.

આ સિવાય જો તમારું નામ, સરનામું સહીત કેટલીક અન્ય વિગતો ખોટી રીતે નોંધાયેલી છે અથવા રેશનકાર્ડમાં ભૂલો છે તો તે પણ સુધારી શકાય છે. આ માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે ઘરેથી આ કાર્ય ઓનલાઇન કરી શકો છો.

ફૂડ વિભાગના અધિકારીએ માહિતી આપવાની રહેશે
રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવા માટે તમારે તમારું આધાર કાર્ડ સુધારવું પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ છોકરી લગ્ન પછી તેની અટક બદલી લે છે તો તેણે તેના આધારકાર્ડમાં પિતાની જગ્યાએ પતિનું નામ લખવું પડશે અને નવું સરનામું અપડેટ કરવું પડશે. આ પછી, નવા આધારકાર્ડની વિગતો પતિના વિસ્તારમાં હાજર ફૂડ વિભાગના અધિકારીને આપવાની રહેશે. જો તમે ઇચ્છો તો તમે ઓનલાઇન વેરિફિકેશન પછી પણ નવું સભ્ય નામ ઉમેરી શકો છો. આમાં તમારે જુના રેશનકાર્ડમાંથી નામ કંઈ કરીને નવા રેશનકાર્ડ માટે અરજી કરવી પડશે. તમારો નંબર આ કાર્યવાહી માટે નોંધાયેલ હોવો જોઈએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મોબાઇલ નંબર કેવી રીતે ઉમેરવો
જો મોબાઇલ નંબર તમારા રેશનકાર્ડ સાથે લિંક નથી, તો તમારે તેને નોંધાવવા માટે https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx ની મુલાકાત લેવી પડશે. અહીં તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ કર્યા પછી, તમને આધાર નંબર પૂછવામાં આવશે. અહીં, તમારે ઘરના વડાનો આધાર કાર્ડ નંબર ભરવો પડશે, એટલે કે તે વ્યક્તિ કે જેના નામ પર રેશનકાર્ડ બનાવવામાં આવ્યું છે. આ પછી, તમારે બીજી કોલમમાં રેશનકાર્ડ નંબર લખવો પડશે. ત્રીજી કોલમમાં ઘરના વડાનું નામ ભરો અને પછી તમારો મોબાઇલ નંબર ભરો. તમારો નંબર આની સાથે જ રજીસ્ટર થશે.

Published On - 10:45 am, Sat, 10 April 21

Next Article