કોટક મહિન્દ્રા બેંક અને યસ બેંકના પરિણામો જાહેર, જાણો કેવું રહ્યું ક્વાર્ટર

|

Oct 22, 2022 | 5:04 PM

ત્રિમાસિક ગાળા દરમિયાન બંને બેંકોની એસેટ ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. જોકે, યસ બેંક દ્વારા જોગવાઈમાં વધારાને કારણે ગયા વર્ષની સરખામણીમાં નફામાં ઘટાડો જોવા મળ્યો છે.

કોટક મહિન્દ્રા બેંક અને યસ બેંકના પરિણામો જાહેર, જાણો કેવું રહ્યું ક્વાર્ટર

Follow us on

કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Bank) અને યસ બેંકે આજે તેમના બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જ્યાં યસ બેંકે (Yes Bank)તેના નફામાં 32 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. તે જ સમયે, કોટક મહિન્દ્રા બેંકના નફામાં 27 ટકાનો વધારો થયો છે. બંને બેન્કોની એસેટ ક્વોલિટી સુધરી છે, ક્વાર્ટર દરમિયાન તેમની NPAમાં ઘટાડો જોવા મળ્યો છે.જો કે, યસ બેન્કની જોગવાઈઓ વધી છે, જેના કારણે બેન્કના સપ્ટેમ્બર ક્વાર્ટરના નફા પર અસર પડી છે.

યસ બેંકના ત્રિમાસિક આંકડા કેવા હતા

યસ બેન્કનો નફો ગયા વર્ષની સરખામણીમાં 32 ટકા ઘટીને રૂ. 152.82 કરોડના સ્તરે આવી ગયો છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં બેંકને રૂ. 225 કરોડનો નફો થયો હતો. જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. 310 કરોડ હતો. તે જ સમયે, ક્વાર્ટર દરમિયાન કુલ આવક રૂ. 5430 કરોડથી વધીને રૂ. 6394 કરોડ થઈ છે. ત્રિમાસિક દરમિયાન, બેન્કની સંપત્તિની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે અને ગ્રોસ એનપીએ ગયા વર્ષની સરખામણીમાં 14.97 ટકાથી ઘટીને 12.89 ટકા પર આવી છે. તે જ સમયે નેટ એનપીએ પણ 5.5 ટકાથી ઘટીને 3.6 ટકા થઈ ગઈ છે.

કોટક મહિન્દ્રા બેંકના પરિણામો કેવા રહ્યા

કોટક મહિન્દ્રા બેંકનો નફો ગત વર્ષની સરખામણીમાં 27 ટકા વધીને રૂ. 2,581 કરોડ થયો છે. બેન્કે ગયા વર્ષે રૂ. 2032 કરોડનો નફો નોંધાવ્યો હતો. તે જ સમયે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કુલ આવક 8,408 કરોડ રૂપિયાથી વધીને 10,047 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સાથે વ્યાજની ચોખ્ખી આવક 27 ટકા વધીને રૂ. 5099 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 4021 કરોડના સ્તરે હતી. આ સાથે બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 5.17 ટકા હતું. બેંકની ગ્રોસ એનપીએ 3.19 ટકાથી ઘટીને 2.08 ટકા થઈ છે. નેટ એનપીએ 1.06 ટકાથી ઘટીને 0.55 ટકા થઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યસ બેન્કને મળશે રોકાણકારોનો ભરોસો

કૌભાંડ અને બાદમાં દેવાથી દબાયેલ યસ બેંક ફરી પાટે ચઢી રહી છે. વિદેશી રોકાણકારો હવે બેંકમાં રસ દાખવી રહ્યાં છે. યસ બેંકના બોર્ડે મોટા વિદેશી રોકાણને મંજૂરી આપી હતી અને હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ યસ બેંકમાં રૂ. 8900 કરોડના રોકાણ સાથે હિસ્સો ખરીદવા માટે બે સંસ્થાઓ વચ્ચેના પ્રસ્તાવિત સોદાને મંજૂરી આપી છે. કાર્લાઈલ ગ્રુપ અને વર્વેન્ટા હોલ્ડિંગ્સ બંનેને બેંકમાં રોકાણની સામે 184.8 કરોડ ઈક્વિટી શેર અને 128.37 કરોડ વોરંટ મળશે.

Next Article