HOME LOANમાં કેટલા અને કેવા કેવા પ્રકારના ચાર્જીસ લાગે છે? જાણો અહી

વધતી જતી મોંઘવારી વચ્ચે આજના સમયમાં ઘર લેવા માટે હોમ લોન સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ હોમલોન માટે તેના પર વસૂલાતા વ્યાજ અને ચાર્જીસ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

HOME LOANમાં કેટલા અને કેવા કેવા પ્રકારના ચાર્જીસ લાગે છે? જાણો અહી
Home Loan
| Edited By: | Updated on: Dec 24, 2021 | 11:58 PM

ઘર ખરીદવું અથવા તેનું રીનોવેશન કરવું ખિસ્સા પર ભારે પડી શકે છે. જ્યારે આપણને ઘરમાં ફેરફાર કરવાની અથવા તેને ખરીદવાની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે આપણી પાસે આ ખર્ચાઓને પહોંચી વળવા માટે પૂરતા પૈસા નથી હોતા. પરંતુ આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે હોમ લોનની (home loan) સુવિધા મેળવી શકીએ છીએ. હોમ લોન માટે અરજી કરતી વખતે આપણે અન્ય ફી સાથે EMIની ગણતરી કરીએ છીએ. પરંતુ આ બધાની વચ્ચે આપણે બીજા ખર્ચાઓ તરફ નજર પણ કરતા નથી.

જે ચાર્જીસ બેંકો તમારી પાસેથી ખૂબ જ સરળતાથી એકત્રિત કરે છે. અહીં અમે તમને એવા કેટલાક ખર્ચ વિશે જણાવીશું કે જેને તમે હોમ લોન માટે અરજી કરતી વખતે નજરઅંદાજ કરવાનું વલણ રાખો છો.

1)પ્રોસેસીંગ ફી
હોમ લોન મેળવવા માટે તમારે અરજી સબમિટ કરવી પડશે. જેની સાથે અરજી ફી પણ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ  ક્રેડિટ અન્ડરરાઈટિંગ પ્રક્રિયા થાય છે, જેમાં KYC, નાણાકીય મૂલ્યાંકન, રોજગાર ચકાસણી, ક્રેડિટ ઇતિહાસ આકારણી વગેરેનો સમાવેશ થાય છે.

2)ટેકનિકલ મૂલ્યાંકન ફી અને કાનૂની ખર્ચ
મિલકતની સ્થિતિ અને બજાર કિંમત જાણવા માટે ધિરાણકર્તાઓ ટેકનિકલ નિષ્ણાતોની નિમણૂક કરે છે. તેની ફી પણ અલગ છે,  ફીને પ્રોસેસિંગ ફીમાં જ સામેલ કરી શકાય છે. જો તમને લોન મળ્યા પછી તમારા ઘરનો કબજો ન મળે, તો ધિરાણકર્તા કબજાના સમય સુધી સાદી લોન લે છે જેને ‘પ્રી-ઈએમઆઈ’ કહેવામાં આવે છે.

3)સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી
વેચાણ ખત પ્રાપ્ત થયા પછી, જ્યાં સુધી લોન લેનારા લોનની સંપૂર્ણ ચુકવણી ન કરે ત્યાં સુધી મૂળ દસ્તાવેજો શાહુકાર પાસે રહે છે. આ બધાની વચ્ચે એક ટાઇટલ ડિપોઝિટનું મેમોરેન્ડમ હોય છે જેમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીનો સમાવેશ થાય છે. આ ફી લોન લેનાર વ્યક્તિ એટલે કે ગ્રાહક દ્વારા  ચૂકવવામાં આવે છે.

4)હોમ લોન રિ-સેક્શન ચાર્જીસ
હોમ લોન મંજૂરીની અમર્યાદિત માન્યતા હોતી નથી. જો ઉધાર લેનાર નિર્ધારિત સમયની અંદર વિલંબ કરે છે, તો તેણે ફરીથી લોન માટે ફરીથી મંજૂરી માટે અરજી કરવી પડશે. જેનો અલગથી ચાર્જ લેવામાં આવશે.

5)વીમા પ્રીમિયમ
ઘણા ધિરાણકર્તાઓ લોન લેનારાઓને નુકસાન સામે મિલકતનો વીમો લેવા અથવા લોન સુરક્ષા જીવન વીમા પૉલિસી લેવાનું કહે છે જેથી તેમના કાનૂની વારસદારો લોન લેનારના મૃત્યુના કિસ્સામાં લોનના બાકી નાણાને ચુકવવા માટે જવાબદાર ન બને.

6)આકસ્મિક શુલ્ક અને EMIની મોડી ચુકવણી
ધિરાણકર્તાઓ ઘણીવાર ડીફોલ્ટર પાસેથી વસૂલ કરવા માટે આકસ્મિક ફીનો સમાવેશ કરે છે. હોમ લોન ઇએમઆઈની મોડી ચુકવણીના કિસ્સામાં, બેંક ચોક્કસ દંડ વસૂલ કરી શકે છે. ચેક બાઉન્સ થવાના કિસ્સામાં લેનારા પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ પણ ગુનો બની શકે છે.

આ પણ વાંચો : Indipaisa અને NSDL પેમેન્ટ બેંકે ફીનટેક પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે કરી ભાગીદારી, ભારતના વિકાસશીલ 63 મિલિયન SME ક્ષેત્રનું લક્ષ્ય