દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણને તેમના મુંબઈના નિવાસસ્થાને 12 કલાકથી વધુ સમય માટે માર્કેટ મેનીપ્યુલેશન કેસમાં CBI દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ CEO અને મેનેજિંગ ડિરેક્ટર ચિત્રા હિમાલયમાં રહેતા એક અજાણ્યા “યોગી” સાથે કથિત રીતે ગોપનીય માહિતી શેર કરવા બદલ તપાસ હેઠળ છે.
સેબીના રિપોર્ટમાં આરોપ છે કે રામકૃષ્ણએ યોગી સાથે NSEની નાણાકીય અને બિઝનેસ યોજનાઓ, ડિવિડન્ડ આઉટલૂક, નાણાકીય પરિણામો સહિતની માહિતી શેર કરી હતી. સેબીએ ઈમેલના આધારે કહ્યું કે રામકૃષ્ણ આ વ્યક્તિને “2015માં ઘણી વખત” મળ્યા હતા. ચિત્રા રામકૃષ્ણને 2013 થી 2016 સુધી સ્ટોક એક્સચેન્જની કમાન સંભાળી હતી.
“યોગી” એ ઈમેલ આઈડી rigyajursama@outlook.com નો ઉપયોગ કર્યો. રામકૃષ્ણએ સેબીને જણાવ્યું કે આ ઈમેલ આઈડી હિમાલયમાં રહેતા “સિદ્ધ પુરૂષ/યોગી” દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે, હિમાલયમાં રહેતા, યોગી ઈમેલનો ઉપયોગ કેવી રીતે કરે છે અને નિયમિતપણે સંપર્કમાં રહે છે, ત્યારે ચિત્રાએ જવાબ આપ્યો, “જ્યાં સુધી મને ખબર છે, તેમની અલૌકિક શક્તિઓને કારણે, તેમને ફિઝિકલ કોર્ડિનેશનની જરૂર નથી.”વધુમાં તેમણે કહ્યુ કે “હું તેને પવિત્ર સ્થળોએ ઘણી વખત મળી છું.” જો કે, કોઈ લોકેશન કોઓર્ડિનેટ્સ આપવામાં આવ્યા નથી.
‘અજાણ્યા યોગી’ને “આધ્યાત્મિક શક્તિ” તરીકે વર્ણવતા, ભૂતપૂર્વ NSE વડાએ કહ્યું, “હું તેમને લગભગ 20 વર્ષ પહેલાં ગંગાના કિનારે પહેલીવાર મળી હતી. ત્યારથી હું તેમનું માર્ગ દર્શન લીધુ હતું.જોકે તે પોતાની મરજીથી મળતા હતા તેથી મને તેના સ્થાન વિશે કોઈ માહિતી ન હતી. મેં તેને એવો રસ્તો સૂચવવા કહ્યું કે જેના દ્વારા હું જ્યારે પણ જરૂર જણાય ત્યારે તેનું માર્ગદર્શન મેળવી શકું. તે મુજબ, તેણે મને કહ્યું. મને એક ID આપ્યું જેના પર હું તેની સાથે વાત કરી શકું.”
સેબીના આદેશમાં બંને વચ્ચેના ઈ-મેલનો પણ ઉલ્લેખ છે. યોગીએ 17 ફેબ્રુઆરી 2015ના રોજ મોકલેલા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, હું આવતા મહિને સેશેલ્સ જઈ રહ્યો છું, તો તમે પણ તૈયાર રહો.કંચના અને ભાર્ગવ સાથે લંડન જાવ અથવા તમારા બંને બાળકો સાથે ન્યુઝીલેન્ડ જાવ, તે પહેલાં હું સેશેલ્સ જવાનો પ્રયત્ન કરીશ.
18 ફેબ્રુઆરી, 2015 ના રોજ એક ઈ-મેલમાં, “અજ્ઞાત વ્યક્તિ” એ રામકૃષ્ણને લખ્યું, “તમે આજે સુંદર દેખાઈ રહ્યા છો. તમારે તમારા વાળ બાંધવાની વિવિધ રીતો શીખવી જોઈએ. જે તમારા દેખાવને રસપ્રદ અને આકર્ષક બનાવશે !!”
આ પણ વાંચો :Bajra Production In India : ભારતને બાજરા કેન્દ્ર બનાવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કિસાન ઉત્પાદન સંગઠન
આ પણ વાંચો :Google Photos ના આ ત્રણ શાનદાર ઓપ્શનથી મિનિટોમાં શેર કરી શકશો હાઈ ક્વાલિટી ફોટો-વીડિયો, જાણો આ સરળ રીત