Israel-Palestine War : ભારતીય શેરબજાર ઘટાડા સાથે શરૂ, શું રોકાણકારો માટે આ એન્ટ્રી ટાઇમ છે ?

|

Oct 09, 2023 | 11:54 AM

Israel-Palestine War: ભારતીય શેરબજારના આ ઘટાડાથી શરૂઆતના સત્રમાં BSEના માર્કેટ કેપમાં રૂ. 2.42 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે બજાર બંધ થયું ત્યાં સુધી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3,19,86,272.55 હતું. જે સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં ઘટીને 3,17,43,330.93 રૂપિયા પર આવી ગયો હતો. સોમવારે સવારે 9.15 થી 11 વાગ્યાની વચ્ચે બજારમાંથી લગભગ રૂ. 2.42 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

Israel-Palestine War : ભારતીય શેરબજાર ઘટાડા સાથે શરૂ, શું રોકાણકારો માટે આ એન્ટ્રી ટાઇમ છે ?
Sensex And Nifty

Follow us on

ઇઝરાયેલ પર હમાસના યુદ્ધની અસર ભારતીય શેરબજાર પર પણ થઇ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. સોમવારના પ્રારંભિક સત્રમાં, BSE સેન્સેક્સ 407.19 પોઈન્ટ ઘટીને 65,588.44 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 142.70 પોઈન્ટના ઘટાડા સાથે 19,510.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

ભારતીય શેરબજારના આ ઘટાડાથી શરૂઆતના સત્રમાં BSEના માર્કેટ કેપમાં રૂ. 2.42 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે બજાર બંધ થયું ત્યાં સુધી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3,19,86,272.55 હતું. જે સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં ઘટીને 3,17,43,330.93 રૂપિયા પર આવી ગયો હતો. સોમવારે સવારે 9.15 થી 11 વાગ્યાની વચ્ચે બજારમાંથી લગભગ રૂ. 2.42 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

રોકાણકારોમાં ડરનો માહોલ

બજારના જાણકારોના મતે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે, જેના કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. આજે બજારમાં જે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેન્ક અને એશિયન પેઈન્ટ્સના શેરનો સમાવેશ થાય છે. જ્યારે એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર અને સન ફાર્માના શેર નફામાં ટ્રેડ થઈ રહ્યા હતા.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર જોવા મળી રહી છે

પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર માત્ર ભારતીય બજાર પર જ નહીં પરંતુ અન્ય એશિયન બજારો પર પણ જોવા મળી હતી. અન્ય એશિયન બજારોમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે શુક્રવારે યુરોપિયન બજારો વધારા સાથે બંધ થયા હતા. શુક્રવારે અમેરિકન બજારો પણ નફામાં હતા. પરંતુ આજે જ્યારે આ બજારો સાંજના સમયે ખુલશે ત્યારે જોવાનું રહેશે કે ત્યાં તેની શું પ્રતિક્રિયા આવશે. કાચા તેલની વાત કરીએ તો વૈશ્વિક લેબલ પર બ્રેન્ટ ક્રૂડ 3.68 ટકા વધીને બેરલ દીઠ $87.69 પર પહોંચી ગયું છે. અગાઉ શુક્રવારે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 90.29 કરોડના શેર વેચ્યા હતા.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:54 am, Mon, 9 October 23

Next Article