તમે ઓળખના પુરાવા તરીકે આપેલા તમારા PAN CARD નો કોઈ દુરુપયોગ તો નથી કરી રહ્યુંને ? આ રીતે કરો ચેક

|

Sep 02, 2021 | 11:51 AM

ધારો કે કોઈ છેતરપિંડી કરનાર વ્યક્તિએ તમારા PAN પર ઉચ્ચ મૂલ્યનું ટ્રાન્ઝેક્શન કર્યું છે તો તેની વિગતો ફોર્મ 26AS માં બતાવવામાં આવશે. તેથી PAN નો દુરુપયોગ જાણવા માટે તમારે ફોર્મ 26AS ડાઉનલોડ કરવું જોઈએ.

સમાચાર સાંભળો
1 / 8
પાન કાર્ડ(PAN Card) બેંકિંગ અથવા નાણાકીય કામ માટે સૌથી મહત્વનો દસ્તાવેજ છે. ઈન્કમ ટેક્સ રિટર્ન(Income Tax Return)  હોય કે EPFના પૈસા જમા કરાવતા હોય, PAN ફરજિયાત બની ગયું છે. અન્ય ઘણા કામો છે જ્યાં પાનકાર્ડ આપ્યા વગર કામ થશે નહીં. આ કારણે તમે ઘણી જગ્યાએ પાન કાર્ડની વિગતો આપી હશે. યાદ રાખો કે જ્યાં PAN ની વિગતો અગાઉ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એક સવાલ છે કે શું પાન કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે? શું તમે જાણો છો કે PAN ની વિગતો ક્યાં આપવામાં આવી છે કે  તેની મદદથી કોઈ છેતરપિંડી થઈ રહી છે?

2 / 8
પાન કાર્ડ  વ્યક્તિગત છે જે સુરક્ષિત રાખવું જોઈએ. આવકવેરા વિભાગને લગતી દરેક બાબતો તેના સાથે સંબંધિત છે. એટલા માટે તમારા PAN વિશે જાગૃત અને સભાન રહેવું જરૂરી છે. જો આપણે લોન અને ક્રેડિટની બાબતને એક બાજુ છોડી દઈએ તો પણ ઘણા નાના કામોમાં પણ આજકાલ PAN નો ઉલ્લેખ થઈ રહ્યો છે. રેલવેમાં હોટલો બુક કરવી હોય કે તત્કાલ ટિકિટ લેવી હોય, અમે ત્યાં PAN પણ આપીએ છીએ. ક્યારેક સિમ કાર્ડ લેવા માટે PAN પણ આપવામાં આવે છે. પાછળથી આપણે ભૂલી જઈએ છીએ. તો શું PAN નો દુરુપયોગ શક્ય નથી? આ બાબતની તપાસ જરૂરી છે.

3 / 8
અહીં 3 પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. શું PAN નો દુરુપયોગ થઈ શકે? જો હા, તો હું તેને કેવી રીતે ટાળી શકું? અને ત્રીજો પ્રશ્ન, અમે કેવી રીતે તપાસ કરી શકીએ કે PAN નો દુરુપયોગ થઈ રહ્યો નથી? એવું માનવામાં આવે છે કે જો તમારું PAN છેતરપિંડી કરનાર વ્યક્તિના હાથમાં હોય તો કામ બગડી શકે છે. ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે જ્યારે કોઈ વ્યક્તિના PAN નો ઉપયોગ કરીને મોટા કૌભાંડો કરવામાં આવ્યા હતા. નજીવી રકમ કમાનાર માણસને મોટી કંપનીનો પ્રમોટર બનાવવામાં આવ્યો હોય અને  તે વ્યક્તિના PAN પર મોટી લોન લેવામાં આવી હતી.

4 / 8
ઘણી વખત જોવામાં આવ્યું છે કે PANનો દુરુપયોગ કરીને વ્યક્તિને લોનમાં ગેરંટર બનાવવામાં આવી છે.  જાણ વગર ગેરંટર બનાવવું એ એક રીતે ગુનો છે. જો એક સાથે 2 લાખ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવે તો તેના માટે PAN આપવું જરૂરી છે. અહીં જો તમારું PAN ખોટા હાથમાં જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે.

5 / 8
ઘણા લોકો 2 લાખથી વધુના વ્યવહારો કરે છે પરંતુ પોતાની ઓળખ છુપાવવા માટે કોઈ બીજાનું પાન કાર્ડ આપી શકે છે. જો આવું થાય તો તે તમારા ફોર્મ 26AS માં દેખાશે અને કર જવાબદારી તમારી રહેશે. આમાં, તમારા નામે ટેક્સની નોટિસ આવી શકે છે.

6 / 8
કેવી રીતે તપાસ કરવી એ જાણવું ખુબ જરૂરી છે. ધારો કે કોઈ છેતરપિંડી કરનાર વ્યક્તિએ તમારા PAN પર ઉચ્ચ મૂલ્યનું ટ્રાન્ઝેક્શન કર્યું છે તો તેની વિગતો ફોર્મ 26AS માં બતાવવામાં આવશે. તેથી PAN નો દુરુપયોગ જાણવા માટે તમારે ફોર્મ 26AS ડાઉનલોડ કરવું જોઈએ. તેને આવકવેરા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે TRACES ના પોર્ટલ પરથી પણ લઈ શકાય છે. આ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમામ વ્યવહારો ચકાસી શકાય છે. આ દુરુપયોગ શોધી કાશે.

7 / 8
વધુ એક મામલામાં ધારો કે તમે તમારા પોતાના PAN ના આધારે આવકવેરા પોર્ટલ પર તમારું ખાતું ખોલાવ્યું નથી. આવી સ્થિતિમાં છેતરપિંડી કરનાર તમારા PAN પર ખાતું બનાવી શકે છે. તે છેતરપિંડી કરનાર માણસનો આ ખાતા પર અંકુશ રહેશે અને આના દ્વારા તે ઘણા છેતરપિંડીના કામો કરી શકે છે. તમને ખબર પણ નહીં પડે.

8 / 8
PAN જરૂરી હોય ત્યારે જ ઉપયોગ કરો. એટલે કે PAN આપ્યા વગર કામ નહીં થાય તેવી સ્થિતીમાંજ આ દસ્તાવેજ આપો. તમે જરૂર વગર PAN નો ઉપયોગ કરશો નહીં. જો કોઈ અન્ય ID PROOF આપીને કામ કરી શકાય  તો પાન આપવું નહિ પણ વૈકલ્પિક આઈડી આપીને કામ કરી શકાય છે. જો તમે PAN ની હાર્ડ કોપી આપી રહ્યા છો તો તેના પર સહી જરૂર કરો, તારીખ લખો અને એ પણ લખો કે તમે કયા હેતુથી PAN નો ઉપયોગ કરી રહ્યા છો. ત્રીજો ઉપાય જો તમારી પાસે PAN છે તો ચોક્કસપણે આવકવેરા પોર્ટલ પર ખાતું બનાવો. આનાથી કોઈ નુકસાન નથી પરંતુ ભવિષ્યમાં ફાયદો જરૂર થશે.

Published On - 11:50 am, Thu, 2 September 21

Next Photo Gallery