IPO : આજે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની ઉત્તમ તક, જાણો વિગતવાર

|

Jun 16, 2021 | 8:20 AM

આજે બે કંપનીઓના IPO શેર માર્કેટમાં આવી રહ્યા છે. જેમાં ડોડલા ડેરી( Dodla Dairy)ના IPOમાં 50 કરોડના શેરનો સમાવેશ કરવામાં આવશે. બીજો IPO કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (KIMS) હોસ્પિટલ લાવી રહી છે.

IPO : આજે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની ઉત્તમ તક, જાણો વિગતવાર
IPO ALLOTMENT STATUS

Follow us on

IPO : ભારતીય શેરબજાર જૂન મહિનામાં એક પછી એક નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી રહી છે. કોરોનાની બીજી લહેરની અસર ઘટ્યા બાદ હવે રોકાણમાટેની તક પણ આવી રહી છે. આજે બે કંપનીઓના IPO શેર માર્કેટમાં આવી રહ્યા છે. જેમાં ડોડલા ડેરી( Dodla Dairy)ના IPOમાં 50 કરોડના શેરનો સમાવેશ કરવામાં આવશે. કંપનીના પ્રમોટરો તેના દ્વારા લગભગ 1 કરોડ શેર વેચશે. શેરની કિંમત રૂપિયા 421 થી 428 રૂપિયા વચ્ચે હશે. બીજો IPO કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (KIMS) હોસ્પિટલ લાવી રહી છે.

Dodla Dairy Ltd
Dodla Dairy Ltd ને TPG નિયંત્રિત કરે છે. આ ઓફર આજે 16 જૂનથી 18 જૂન સુધી ખુલ્લી રહેશે. કંપનીને સોદામાંથી 470 કરોડ રૂપિયા મેળવવાની અપેક્ષા રાખે છે. આ ઓફરમાં ડોડલા સુનીલ રેડ્ડીના 4.12 લાખ શેરનો સમાવેશ થાય છે જ્યારે ડોડલા ટ્રસ્ટ ફેમિલીના 1.04 મિલિયન શેર છે. આ ઉપરાંત ડોડલા દીપા રેડ્ડીના 3.27 લાખ શેર હશે.

કંપનીનો વ્યવસાય
કંપની દૂધ અને ડેરી આધારિત ઉત્પાદનો વેચે છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને તેલંગાણાના બજારોમાં તેની સારી પકડ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

IPOમાંથી મેળવેલ રકમ ક્યાં ખર્ચ થશે?
ડોડલા ડેરી 32 કરોડનું દેવું ચૂકવવા માટે આઈપીઓ દ્વારા મળેલી રકમનો ઉપયોગ કરશે. તે અન્ય ખર્ચ માટે પણ થોડી રકમ રાખશે.

 

 

KIMS IPO SUBSCRIPTION :
ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (KIMS) નો IPO 16 જૂનના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ રૂ 2144 કરોડના IPOનો પ્રાઇસ બેન્ડ 815-825 રૂપિયા રાખવામાં આવ્યો છે. ઇશ્યૂ સબસ્ક્રિપ્શન 18 જૂને બંધ થશે. આ આઈપીઓમાં 200 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર આપવામાં આવશે જ્યારે ઓફર ફોર સેલ હેઠળ 2.35 કરોડ શેર ઇશ્યૂ કરવામાં આવશે.

 

આ IPO માં આજે રોકાણ માટે છેલ્લો દિવસ
આ અગાઉ ૧૪ જૂને Shyam Metalics અને Sona Comstar ના IPO ખુલ્યા છે. આ બંને કંપનીઓના IPO માં રોકાણ કરવાની આજે છેલ્લી તારીખ છે.

Shyam Metalics IPO
કંપનીનો IPO આજે બંધ થશે. કંપનીએ કહ્યું છે કે તે IPO હેઠળ 657 કરોડ રૂપિયાના નવા શેરો જારી કરી રહી છે. કંપનીએ તેના આઈપીઓનું કદ 1,107 કરોડ રૂપિયાથી ઘટાડીને 909 કરોડ રૂપિયા કરી દીધું છે. નવા શેરોના વેચાણથી મળેલી આવકનો ઉપયોગ કંપની પોતાના અને તેની સહાયક કંપની શ્યામ એસઇએલ એન્ડ પાવર સાથે 470 કરોડ રૂપિયાના દેવાની પતાવટ માટે કરશે. શ્યામ મેટાલિક્સના આઈપીઓનો લોટ સાઇઝ 45 શેર છે.

Sona BLW Precision Forgings (Sona Comstar)
આ કંપની વાહનના પાર્ટ્સનું ઉત્પાદન કરે છે. તેનો આઈપીઓ આજે 16 જૂન સુધી ખુલ્લો રહેશે. કંપની આઇપીઓથી રૂ 5,550 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બ્લેકસ્ટોનની સહાયક કંપની Singapore VII Topco III Pte Ltd શેર વેચી રહી છે. આ કંપનીની રચના 1995 માં કરવામાં આવી હતી. તે ગુરુગ્રામની અગ્રણી ઓટો ટેક્નોલજી કંપની છે. કંપની અમેરિકા, યુરોપ અને ચીનમાં પણ નિકાસ કરે છે.

Next Article