IPO : આજથી ત્રણ કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો IPO ની ઓફર અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર

|

Jun 14, 2021 | 8:31 AM

Shyam Metalics and Energy Ltd  909 કરોડ એકત્રિત કરવા , Sona Comstar 5550 કરોડ રૂપિયા માટે અને Navoday Enterprises 43 કરોડ માટે IPO લઇ આવી રહ્યા છે 

IPO : આજથી ત્રણ કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો IPO ની ઓફર અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર
Today 4 IPO's are bringing investment opportunity

Follow us on

આજે રોકાણમાટેની ઉત્તમ તક આવી છે. કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થતા બજારમાં રોનક દેખાવા લાગી છે. આજે ત્રણ IPO ખુલી રહ્યા છે.  Shyam Metalics and Energy Ltd  909 કરોડ એકત્રિત કરવા , Sona Comstar 5550 કરોડ રૂપિયા માટે અને Navoday Enterprises 43 કરોડ માટે IPO લઇ આવી રહ્યા છે

Shyam Metalics and Energy Ltd IPO 
કોલકાતા સ્થિત સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ.(Shyam Metalics and Energy Ltd) રૂ 909 કરોડ એકત્રિત કરવા માટે 14 જૂને પોતાનો IPO લોન્ચ કરશે. આ આઈપીઓ આજે 14 જૂનના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો 16 જૂન સુધી સબ્સ્ક્રાઇબ કરી શકશે. આ આઈપીઓ માટે કંપનીએ ઇશ્યૂ પ્રાઈસ 303-306 રૂપિયાના પ્રાઇસ બેન્ડમાં નક્કી કરી છે. તેની લોટ સાઇઝ 48 શેર છે.

આ પબ્લિક ઇશ્યૂ માટે કંપની રૂ. 657 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરશે જ્યારે પ્રમોટર્સ અને હાલના રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ. 252 કરોડના શેર આપશે. કંપની આ આઈપીઓ દ્વારા ઉભા કરેલા રૂ 657 કરોડનો ઉપયોગ પોતાના અને તેની સહયોગી કંપની SSPLનું દેવું ચૂકવવા માટે કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

IPO size: Rs. 909 crore
Offer period: June 14- June 16, 2021
Bid lot- 45 shares
Price band- Rs. 303- 306

પશ્ચિમ બંગાળના મંગલપુર ખાતે ઓડિશાના સંભલપુર અને જમુરિયામાં હાલમાં કંપનીના 3 સ્ટીલ ઉત્પાદક એકમો છે. કંપની દર વર્ષે 57 લાખ ટનથી વધુ સ્ટીલનું ઉત્પાદન કરે છે. આ સિવાય કંપની પાસે 227 મેગાવોટની ક્ષમતાવાળા પાવર પ્લાન્ટ પણ છે.

આ ઉપરાંત, શ્યામ મેટાલિક્સ પશ્ચિમ બંગાળના પકુરિયા ખાતે એલ્યુમિનિયમ ફોઇલ રોલિંગ મિલ સ્થાપિત કરશે, જે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.

 

Sona Comstar IPO 

ઓટોમોબાઈલ કંપનીઓના સ્પેરપાર્ટ્સ નિર્માતા Sona BLW Precision Forgings (Sona Comstar) નો IPO આજે ખુલ્યો છે. આ આઈપીઓ આજથી 16 જૂન સુધી સબ્સ્ક્રાઇબ કરી શકાશે. કંપનીના જણાવ્યા મુજબ આ આઈપીઓનું કદ 5,550 કરોડ રૂપિયા છે. તેમાંથી 300 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. બીજીતરફ Blackstone Group Inc સાથે જોડાયેલ Singapore VII Topco III Pte Ltd 5,250 કરોડના શેરનું વેચાણ કરશે.

IPO size: Rs.5,550 crore
Offer period: June 14- June 16, 2021
Issue Price : 285-291
shall be: At BSE NSE

 

Navoday Enterprises IPO માં પણ રોકાણની તક 
માર્કેટિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની નવોદય એન્ટરપ્રાઇઝ (Navoday Enterprises)પણ રૂ. 46.08 કરોડ એકત્ર કરવા માટે 14 જૂને પોતાનો આઈપીઓ લોન્ચ કરશે. રોકાણકારોઆજથી  17 જૂન સુધી સબ્સ્ક્રાઇબ કરી શકશે. આ આઈપીઓ માટે કંપનીએ શેર દીઠ 20 રૂપિયા ઇશ્યૂ ભાવ નક્કી કર્યા છે. 34 લાખ રૂપિયાના શેરો માર્કેટ ઉત્પાદકો માટે અનામત છે અને સબસ્ક્રિપ્શન માટે રૂ 43.68 કરોડના શેરો જારી કરવામાં આવશે.

IPO size: Rs. 46.08 crore
Offer period: June 14- June 17, 2021
Issue Price : 20
shall be: At BSE SME

Next Article