ભારતની અર્થવ્યવસ્થા 15 લાખ કરોડ ડૉલરની થશે: ગૌતમ અદાણી

|

Jul 13, 2021 | 2:28 AM

અદાણી ગ્રુપની એજીએમમાં ગૌતમ અદાણીએ આશા વ્યક્ત કરતા જણાવ્યુ કે ભારતની અર્થવ્યવસ્થા 15 લાખ ડૉલરની થશે. આ માટે દેશે બે દાયકા સુધી રાહ જોવી પડશે. આ સાથે જ ગ્લોબલ માર્કેટમાં મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની શકે છે.

અદાણી ગ્રુપ (Adani Group)ની એજીએમમાં ગૌતમ અદાણી (Gautam Adani)એ આશા વ્યક્ત કરતા જણાવ્યુ કે ભારતની અર્થવ્યવસ્થા (Economy) 15 લાખ કરોડ ડૉલરની થશે. આ માટે દેશે બે દાયકા સુધી રાહ જોવી પડશે. આ સાથે જ ગ્લોબલ માર્કેટમાં મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની શકે છે.

 

આ સિવાય ગૌતમ અદાણીએ કહ્યું કે અમારા લાંબી અવધિના વિઝન પર કોઈ અસર નહીં થાય. અમે હંમેશા પડકારોને પાર કરવમાં વિશ્વાસ રાખીએ છીએ. દરેક પડકાર અમને મજબૂત બનાવે છે. ગ્રુપની 6 લિસ્ટેડ કંપની છે. જેમાં એનર્જી, પોર્ટ, ટ્રાંસમિશન, પાવર અને અન્ય કંપનીઓ છે.

 

દેશમાં દરેક ચોથો મુસાફર અદાણી એરપોર્ટ પરથી ઉડાન ભરે છે: ગૌતમ અદાણી

અદાણી ગ્રુપ (Adani Group)ની એજીએમમાં ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) કહ્યું કે અમે એરપોર્ટ (Airport) તરફ આગળ વધ્યા છીએ. ભારતમાં દરેક ચોથો પસેન્જર અદાણી એરપોર્ટ (Adani Airport) પરથી ઉડાન ભરે છે.  ટોટલ પેસેન્જરના 25 ટકા ટ્રાફિક અન્ય કોઈપણ મોટા દેશની કંપનીએ પ્રાપ્ત કર્યો નહીં હોય.

 

અદાણીએ અમદાવાદ, લખનઉ અને મેંગ્લોર એરપોર્ટના ઓપરેશનને પણ ટેક ઓવર કર્યુ છે. આ સાથે જ ગુવાહાટી, જયપુર અને તિરુવનંતપુરમનું કન્સાઈનમેન્ટ પણ સાઈન કરવામાં આવ્યુ છે.  મુંબઈ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ પ્રક્રિયા ચાલુ છે.

 

આ પણ વાંચો: Mehul Choksi ને મેડિકલ ગ્રાઉન્ડ પર મળ્યા વચગાળાના જામીન, સારવાર બાદ ડોમિનિકા પરત ફરવું પડશે

Published On - 10:22 pm, Mon, 12 July 21

Next Video