ભારતીય રેલ્વે ટ્રેનના કોચ લીઝ પર આપીને રેલ્વે ટુરીઝમને આપશે પ્રોત્સાહન, ખાનગી કંપનીઓ કરશે સંચાલન અને સરકારને મળશે કમિશન

|

Sep 11, 2021 | 6:37 PM

રેલવે પ્રવાસનને વધુ આકર્ષક બનાવવા માટે ભારતીય રેલવે લીઝિંગ સ્ટોકના કોન્સેપ્ટ પર વિચાર કરી રહી છે. આમાં ખાનગી કંપનીઓ અથવા તૃતીય પક્ષોને લીઝ પર ટ્રેનના કોચ મળશે. તેઓ અલગ અલગ થીમ પર આ કોચ વિકસાવશે.

ભારતીય રેલ્વે ટ્રેનના કોચ લીઝ પર આપીને રેલ્વે ટુરીઝમને આપશે પ્રોત્સાહન, ખાનગી કંપનીઓ કરશે સંચાલન અને સરકારને મળશે કમિશન
ટ્રેન કોચને લીઝ પર આપવાની તૈયારી.

Follow us on

ભારતીય રેલવે (Indian Railway) હવે રેલવે ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે લીઝિંગ કોન્સેપ્ટ પર આગળ વધવાનું વિચારી રહી છે. લીઝ પર આપવા માટેના કોચ સ્ટોક (ટ્રેન કોચ અથવા આખી ટ્રેન) થીમ આધારિત હશે અને તે રેલવે દ્વારા લીઝ પર આપવામાં આવશે. જે પાર્ટીને લીઝ મળે છે તે સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય વિષયો પર આ કોચનો વિકાસ કરી શકે છે. આ માટે રેલવે મંત્રાલયે એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લેવલ કમિટીની રચના કરી છે. આ સમિતિ આ સંબંધિત પોલીસી અને ટર્મ એન્ડ કન્ડીક્શન અંગે નિર્ણય લેશે.

 

આ ટ્રેન સર્વિસ Tourist Circuit train જેવી હશે. આમાં, તૃતીય પક્ષે જ રૂટ અને ભાડું પણ નક્કી કરવાનું હોય છે. આમાં ટ્રેનનો કોચ અથવા આખી ટ્રેન લીઝ પર આપવામાં આવશે. જે પાર્ટી તેને લીઝ પર લેશે તે તેના અનુસાર કોચની ડિઝાઈન નક્કી કરી શકે છે. જો જરૂરી પડે તો રસ ધરાવનાર પાર્ટી કોચમાં પણ નવીનીકરણ કરી શકે છે. લીઝ કરાર ઓછામાં ઓછા પાંચ વર્ષના સમયગાળા માટે હશે અને જ્યાં સુધી કોચની થીમ ચાલુ રહેશે, ત્યાં સુધી લંબાવી પણ શકાય છે. સરળ શબ્દોમાં રેલવે ખાનગી ખેલાડીઓને પ્રવાસી ટ્રેનો ચલાવવાની તક આપી રહી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

રેલવે ટુરીઝમને મળશે વેગ

આ નવા કોન્સેપ્ટને કારણે વ્યાપારમાં અપાર સંભાવના રહેલી છે અને ખાનગી ખેલાડીઓની એન્ટ્રીથી આવક વધારવામાં મદદ મળશે. આ કારણે નવા – નવા ટુરીઝમ સર્કિટ ખોલાશે. સૌથી મોટી વાત એ છે કે રેલવે ટુરીઝમને સૌથી વધુ ફાયદો થશે.

 

પોતાની મુજબ તૈયાર કરી શકાશે બિઝનેસ મોડલ

આ થીમ કોચમાં રસ ધરાવતી પાર્ટી પોતાનું બિઝનેસ મોડલ બનાવી શકશે. જેમાં રૂટ, પ્રવાસ, ભાડા સહિતની તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે. જે યોગ્યતાના માપદંડના આધારે ફિટ છે તે આ માટે અરજી કરી શકે છે. આ થીમ કોચના બદલામાં કોચ ઓપરેટરે ભારતીય રેલવેને હોલેજ ચાર્જ, સ્ટેબલિંગ ચાર્જ અને લીઝિંગ ચાર્જ ચૂકવવા પડશે.

 

 હોટલ જેવો હોય છે સલૂન કોચ

ભારતીય રેલવે આવા પગલાં દ્વારા રોકાણકારોને આકર્ષવા માટે સતત પ્રયાસો કરી રહી છે. હાલમાં પણ રેલવે આવા કોન્સેપ્ટ પર ટ્રેનો ચલાવે છે. સલૂન કોચમાં મુસાફરોને હોટલ જેવો અનુભવ મળે છે. આ માટે એક અલગ બુકિંગ કરવાનું હોય છે. આ કોચમાં માસ્ટર બેડરૂમ, રસોડું અને બારીઓ જેવી સુવિધાઓ છે. આ સિવાય 4-6 વધારાના પલંગ પણ હોય છે.

 

આ પણ વાંચો :  Semiconductor Crisisએ તોડી ઓટો સેક્ટરની કમર, ડોમેસ્ટીક સેલમાં 11 ટકાનો મોટો ઘટાડો

Next Article