
ભારત વિશ્વમાં દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમી છે. આ સાથે જ દેશનુ એવિએશન માર્કેટ પણ તેજીથી આગળ વધી રહ્યુ છે. ભારત હવે દુનિયાનું પાંચમુ મોટુ એવિએશન માર્કેટ બની ગયુ છે. તેમણે જાપાનને પછાડી એક ઉપલબ્ધિ હાંસિલ કરી છે. જ્યારે મુંબઈ-દિલ્હી રૂટ દુનિયાના સૌથી વ્યસ્ત હવાઈ માર્ગોની લિસ્ટમાં સાતમાં સ્થાન પર રહ્યો છે. ઍરલાઈન કંપનીઓની સંસ્થા ઈન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ની વર્લ્ડ ઍર ટ્રાન્સપોર્ટ સ્ટેટિસ્ટીક્સમાં આ વાત સામે આવી છે. IATA દુનિયાભરની લગભગ 350 ઍરલાઈન કંપની સામેલ છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ઍર પેસેન્જર્સની સંખ્યામાં 2023ની તુલનામાં વર્ષ 2024માં 11.1% ની વૃદ્ધિ નોંધાવી છે. આ દરમિયાન ઍર પેસેન્જર્સની કૂલ સંખ્યા 21.1 કરોડ રહી છે. આ સંખ્યા જાપાનથી વધુ છે જ્યા વર્ષ 2024માં 20.5 કરોડ યાત્રીકોએ હવાઈ યાત્રા કરી. જો કે જાપાનમાં ઍર પેસેન્જર્સનો વાર્ષિક વૃદ્ધિ દર 18.6% રહ્યુ. અમેરિકા વિશ્વનુ સૌથી મોટુ એવિએશન માર્કેટ છે. જ્યા 87.6 કરોડ યાત્રીકોએ વર્ષ 2024માં હવાઈ યાત્રા કરી. આ લિસ્ટમાં ચીન બીજા સ્થાન પર રહ્યુ...