ભારતની સંરક્ષણ નિકાસ રેકોર્ડ 13,000 કરોડ રૂપિયા પર પહોચી, અમેરિકાને સૌથી વધુ ડિફેન્સ એક્સપોર્ટ

|

Jul 10, 2022 | 9:59 AM

નાણા મંત્રાલયે (Finance Ministry) કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં તેણે રેકોર્ડ 13,000 કરોડ રૂપિયાની સંરક્ષણ અને ટેક્નોલોજી વસ્તુઓની નિકાસ કરી છે. ગત વર્ષની સરખામણીએ તેમાં 54.1 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ભારતની સંરક્ષણ નિકાસ રેકોર્ડ 13,000 કરોડ રૂપિયા પર પહોચી, અમેરિકાને સૌથી વધુ ડિફેન્સ એક્સપોર્ટ
Defense Export (Symbolic Image)

Follow us on

નાણા મંત્રાલયે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં તેણે રેકોર્ડ 13,000 કરોડ રૂપિયાની સંરક્ષણ (Defense) અને ટેક્નોલોજી વસ્તુઓની નિકાસ કરી છે. ગત વર્ષની સરખામણીએ તેમાં 54.1 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતની સંરક્ષણ નિકાસ (Export) મુખ્યત્વે અમેરિકા (America), ફિલિપાઈન્સ અને દક્ષિણ પૂર્વ અને આફ્રિકામાં થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન (ડીડીપી)ના એડિશનલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે 2021-22માં ભારતે રેકોર્ડ 13,000 કરોડ રૂપિયાની નિકાસ કરી છે, જે સંરક્ષણ ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી મોટી નિકાસનો આંકડો છે.

પાંચ વર્ષ પહેલાં કરતાં લગભગ આઠ ગણું વધારે

સંજય જાજુએ એમ પણ કહ્યું હતું કે 2021-22માં નિકાસ પાંચ વર્ષ પહેલાં કરતાં લગભગ આઠ ગણી વધારે છે. ભારતની સંરક્ષણ નિકાસ 2015-16માં રૂ. 2,059 કરોડ, 2019-20માં રૂ. 9,115 કરોડ અને 2020-21માં રૂ. 8,434 કરોડ હતી. સંજય જાજુએ એમ પણ કહ્યું કે આમાં સારી પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે કોવિડ-19 મહામારીના બે વર્ષ મુશ્કેલ હતા. પરંતુ આ વર્ષે તેઓ તેમાં 13,000 કરોડ રૂપિયાનો રેકોર્ડ હાંસલ કરવામાં સફળ રહ્યા છે.’

જાજુએ એમ પણ કહ્યું કે સંરક્ષણ નિકાસના રેકોર્ડ રૂ. 13,000 કરોડના આંકડામાં ખાનગી ક્ષેત્રનું યોગદાન 70 ટકા અને જાહેર ક્ષેત્રનું યોગદાન લગભગ 30 ટકા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ખાનગી ક્ષેત્રની સૌથી વધુ હિસ્સેદારી

સંજય જાજુએ વધુમાં જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની કંપનીઓ પાસે સંરક્ષણ નિકાસમાં લગભગ 90 ટકા બજાર હિસ્સો છે. તેમણે કહ્યું કે સોમવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન ડિફેન્સ નામની ઈવેન્ટમાં સંરક્ષણ મંત્રાલય જાહેર ક્ષેત્રની સંસ્થા અને ખાનગી ક્ષેત્રની એક કંપનીને ઈનામ આપશે, જેણે સંરક્ષણ નિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

તમને જણાવી દઈએ કે દેશની માલસામાનની નિકાસ જૂનમાં વાર્ષિક ધોરણે 16.78 ટકા વધીને 37.94 અબજ ડોલર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન વેપાર ખાધ પણ વધીને રેકોર્ડ 25.63 બિલિયન ડોલર થઈ ગઈ છે. સોમવારે સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક નિકાસ ડેટા અનુસાર, જૂન મહિનામાં દેશની આયાતમાં 51 ટકાનો વધારો થયો છે. જૂન 2021 ની તુલનામાં, દેશમાં ગયા મહિને 63.58 બિલિયન ડોલરની આયાત કરવામાં આવી હતી. આ સાથે જૂન 2022માં દેશની વેપાર ખાધ વધીને 25.63 અબજ ડોલર થઈ ગઈ છે.

Next Article