INCOME TAX SAVING: આ 5 રીતે પત્ની કરી શકે છે ઈન્કમ ટેક્ષ બચાવવામાં પતિની મદદ, મળશે ડબલ ફાયદો

|

May 23, 2021 | 11:42 PM

કદાચ આપને તે વાતનો ખ્યાલ નહીં હોય કે તમારી પત્ની ઈન્કમ ટેક્ષ બચાવવામાં ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. ભારત સરકારે મહિલાઓને લઈને એક ખાસ નિયમ બનાવ્યો છે. જેને લઈને પતિઓ ટેક્ષ બચાવીને તેનો ડબલ ફાયદો ઉપાડી શકે છે. ચાલો જાણીએ કઈ રીતે..

1 / 5
Health Insurance: કોરોનાકાળમાં દરેક લોકો હેલ્થ ઈન્સ્યોરન્સ (Health Insurance) કરાવી રહ્યા છે. જે એક સમજદારી ભર્યું પગલું છે. પરંતુ આ સ્વાસ્થ્ય વીમા, હોસ્પિટલોના મોંઘા ખર્ચાઓ સાથે ટેક્ષમાં પણ બચત કરાવી શકે છે. જો તમે 60 વર્ષથી નાની વયના છો તો તમે પણ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ  (Health Insurance Premium) દ્વારા 25 હજાર રૂપિયા સુધી બચાવી શકો છો. તમે તમારી પત્ની અને બાળકોનું પ્રીમિયમ કરવી શકો છો. જેમાં આપને સેક્શન 80D અંતર્ગત છૂટ મળે છે. જેમાં આપ મેડિકલ, ફેમિલી ફ્લોટર અથવા ક્રિટિકલ ઈલનેસ લઈ શકો છો. જેની ઉંમર 60 વર્ષથી વધુ છે, તેને 50 હજાર સુધી સુધીનો ટેક્ષનો લાભ મળી શકે છે.

2 / 5
Home Loan: હોમ લોન પણ ટેક્ષ બચાવવાની એક સરળ રીત છે. તેવામાં જો આપ જોઈન્ટ હોમ લોન કરાવો છો તો EMI ભરવાવાળાઓને ટેક્ષમાં છૂટનો લાભ મળી જાય છે. આવામાં આપને સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ડિડક્શન મળે છે. ત્યારે વ્યાજવાળા હિસ્સા પર સેક્શન 24 અંતર્ગત 2-2 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે.

3 / 5
Life Insurance: ટેક્ષ બચતનો સૌથી સરળ રસ્તો એટ્લે લાઈફ ઈન્સ્યોરન્સ પોલીસી ખરીદી લેવાની છે. અંતિમ સમયમાં ટેક્ષ પ્લાનિંગ કરવાવાળા લોકો મોટાભાગે આ જ કરતાં હોય છે. જો તમે જોઈન્ટ રૂપથી વીમા પોલિસી લઈ રહ્યા છો તો પત્નીને કંઈ થઈ જવાની સ્થિતિમાં તમારે પણ કોઈ જાતની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. જોઈન્ટ વીમા પોલિસીમાં તમને ઓછા પ્રીમિયમમાં વધુ ફાયદાઓ મળે છે. જ્યારે સેક્શન 80C અંતર્ગત ઈન્કમટેક્ષમાં છૂટો પણ ફાયદો મળે છે.

4 / 5
Education Loan: આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ તમે બાળકોના શિક્ષણ પર રૂ. 1.5 લાખ સુધીના ખર્ચ પર કપાત મેળવી શકો છો. બાળકોના શિક્ષણનો આ ખર્ચ કોઈપણ યુનિવર્સિટી, કોલેજ, શાળા અથવા કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓનો હોઈ શકે છે. આપને જણાવી દઈએ, તમે બે બાળકો સુધીની ડિડક્શનનો આ લાભ લઈ શકશો. હા, જો તમારે ત્રણ સંતાન છે તો પછી પતિ કે પત્નીમાંથી કોઈ અન્ય વ્યક્તિ તેના અભ્યાસના ખર્ચ પર કપાતનો દાવો કરી શકે છે. જો ફક્ત બે બાળકો જ હોય તો પણ તેમના અભ્યાસના ખર્ચ પતિ અને પત્ની વચ્ચે આવકવેરાના લાભ માટે શેર કરી શકાય છે. આ રીતે કપાતની રકમ વધારી શકાય છે.

5 / 5
Leave Travel Allowance: એક કરદાતા ચાર વર્ષ દરમ્યાન બે યાત્રાઓ માટે લીવ ટ્રાવેલ એલાઉન્સ મેળવી શકે છે. પરંતુ જો પતિ અને પત્ની બંને કરદાતા  (Tax Payer) છે તો બંને ચાર વર્ષમાં ચાર ટ્રાવેલ એલાઉન્સનો લાભ મેળવી શકે છે. આ પ્રકારે તે બે વારની જગ્યા એ 4 વાર હોલિડે પર જઈ શકે છે.

Next Photo Gallery